છોકરીનો પીછો કરતો ઘર સુધી પહોંચ્યો, જોરદાર ધુલાઈ

યુપીના સાવલીમાં એક આશિકને યુવતીનો પીછો કરવો તેવા સમયે ભારે પડ્યો જયારે યુવતીના પરિજનોએ તેને પકડી લીધો.

યુપીના સાવલીમાં એક આશિકને યુવતીનો પીછો કરવો તેવા સમયે ભારે પડ્યો જયારે યુવતીના પરિજનોએ તેને પકડી લીધો. લગભગ અડધા કલાક સુધી તેમને યુવકની લાતો, મુક્કા અને બેલ્ટ ઘ્વારા પીટાઈ કરી. તેઓ ત્યાં સુધી યુવકની પીટાઈ કરતા રહ્યા જ્યાં સુધી તે અધમરો થઈને નીચે ના પડ્યો. યુવકની ધુલાઈ કર્યા પછી યુવતીના પરિજનોએ તેને પોલીસમાં સોંપી દીધો. પોલીસે યુવકની અટક કરી લીધી છે અને તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

પીછો કરતો ઘર સુધી પહોંચ્યો

પીછો કરતો ઘર સુધી પહોંચ્યો

આખો મામલો જનપથ શામલીના સદર ચોકી વિસ્તારના જૈન મોહોલ્લાનો છે, જ્યાં રહેતી યુવતી શહેરના કોચિંગ સેન્ટરમાં કોચિંગ માટે જાય છે. યુવતી જયારે કોચિંગથી પાછી આવી રહી હતી ત્યારે એક યુવક તેનો પીછો કરવા લાગ્યો. યુવક પીછો કરતો કરતો તેના ઘર સુધી આવી ચઢ્યો.

યુવકની જોરદાર ધુલાઈ

યુવકની જોરદાર ધુલાઈ

યુવકને પીછો કરતો યુવતીની માતાએ જોઈ લીધો અને તેમને લોકોને ચીસો પાડવાની શરુ કરી. યુવતીની માતાની ચીસો સાંભળીને યુવક ત્યાંથી ભાગવા લાગ્યો. પરંતુ યુવતીના પરિજનોએ તેને પકડી લીધો અને તેની ખુબ જ પીટાઈ કરી નાખી. ત્યારપછી સૂચના મળતા જગ્યા પર પહોંચેલી પોલીસે યુવકની અટક કરી અને તેને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે.

કેસ નોંધાયો, જેલમાં મોકલવામાં આવશે

કેસ નોંધાયો, જેલમાં મોકલવામાં આવશે

આ આખા મામલે એસપી શામલી અજય કુમાર પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક યુવક કોચિંગથી ઘરે આવી રહેલી યુવતીનો પીછો કરી રહ્યો હતો, જેને યુવતીના પરિજનોએ પકડી લીધો. પરિજનોની ફરિયાદ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે અને યુવકને જેલમાં મોકલવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X