જમ્મુ બ્લાસ પર કોગ્રેસનું નિવેદન કહ્યુ કે, 'ભલે કંઇ પણ થાય ભારત જોડો યાત્રા ચાલુ રહેશે.'
જુમ્મુ કાશ્મીરમાં બે બોમ્બ બ્લાસ્ટમાં 7 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ વચ્ચે પણ ભારત યાત્રા ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરમા છે. તેની વચ્ચે શનિવારે જમ્મુમાં બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમા 7 લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા એજેન્સીઓએ આતંકવાદી દ્વારા ઘટનાાને અંજામ આપવાામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઘટનામાં રાષ્ટ્રીય તપાસ એજેન્સીએ તપાસમાં લાગી ગઇ છે. ઘટના બાદથી કોગ્રેસ દ્વારા યાત્રાને લઇને અલગ અલગ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આ સાથે પક્ષના નેતાઓના નિવેદન પણ સામે આવી રહ્યા છે.

મામલામાં કોગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે, યાત્રા શરુ થતા પહેલા 2 સપ્તાહ પહેલા મેં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમને યાત્રા વિશે વિસ્તારથી વાત જાણકારી આપી હતી. જમ્મુ કાશ્મીરમાં અણારા તમામ નેતા સુરક્ષાકર્મીઓને લગાતાર સંપર્કમા છે. આવી ઘટનાઓ પર ધ્યાન આપવુ તેમની જવાબદારી છે. ભલે કઇ પણ થાય ભારત જોડો યાત્રા ચાલુ રહેશે.
તમણે જણાવી દઇએ કે, શનિવાર સવારે જમ્મુના નરવાલમા આ વિસ્ફોટ થયો છે. સુરક્ષા એજેન્સીઓ અનુસાર પહેલો વિસ્ફોટ 11 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યાર બાદ સ્થાનીક લોકોએ પોલીસને જાણ કરી હતી. કોઇ કંઇ પણ સમજી શકે તે પહેલા બીજો વિસ્ફોટ થઇ ગયો હતો. રાહતની વાત છે કે, બીજા બ્લાસ્ટ બહેલા સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામા આવ્યો હતો. સૂત્રો અનુસાર એનઆઇએની ટીમ પણ તપાસમાં લાગી ગઇ છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ નરવાલમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે. તો વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી વિસ્ફોટની વિગતો મેળવી છે. તેના પર આરોપીની ઓળખી કરીને તેના પર ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
