For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે તેના દરેક મંત્રીને વિદેશ ફરાવશે, કેવી રીતે, વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર તેના દરેક પ્રધાનને વિદેશ મોકલવાનો પ્લાન બનાવી રહી છે. અને વિદેશ મંત્રાલય તરફથી 68 દેશોનું એક લિસ્ટ પણ બની ચૂક્યું છે. જે મુજબ આ દેશોમાં હજી સુધી સરકારનો કોઇ પ્રતિનિધિ નથી ગયો. પ્લાન મુજબ દરેક પ્રધાને ઓછામાં ઓછા બે દેશોની મુલાકાત કરવી પડશે. જેમાં કેબિનેટ મંત્રી અને સ્વતંત્ર પ્રભાર સંભાળતા રાજ્યમંત્રીઓ પણ સામેલ છે.

એટલું જ નહીં તમામ પ્રધાનોની આ યાત્રાઓ આ વર્ષના ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ થઇ જવી જોઇએ. સરકાર સાથે જોડાયેલા એક અધિકારી જણાવ્યું કે મંત્રીઓને તેમના મંત્રાલયો મુજબ વિદેશના પ્રવાસ પર મોકલવામાં આવશે. જ્યાં તે કંઇક ફાયદાના કરારો કરી શકે.

modi

સુષ્મા સ્વારાજનો પત્ર
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પ્રધાને પત્ર લખ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર મુજબ કેન્દ્રિય સુષ્મા સ્વરાજે આ માટે પ્રધાનોની તારીખ પણ માંગી છે.

શું છે વિદેશ પ્રવાસ પાછળ કારણ?
એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ "તમામ મંત્રીઓ અમેરિકા, લંડન, ચીન અને જાપાન, જર્મની જેવા દેશ જાય છે. પણ વડાપ્રધાન ઇચ્છે છે કે મંત્રીઓ બીજા દેશોનો પણ પ્રવાસ કરે જેથી અન્ય દેશો સાથે આપણા આંતરાષ્ટ્રિય સંબંધ સારા થાય અને સહયોગ વધે."
મોદી 46 દેશ ફરી ચૂક્યા છે.
આ અધિકારી મુજબ દુનિયાના કુલ 190 દેશોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 46 દેશોની મુલાકાત લઇ ચૂક્યા છે. અને મોદીની ઇચ્છા છે કે અન્ય પ્રધાનો પણ વિદેશ જઇને અન્ય દેશો જોડે ભારતના સંબંધો મજબૂત કરે.
વિદેશપ્રધાનની જાહેરાત

આ વર્ષે જૂનમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે 2016ના અંત સુધીમાં દુનિયાનો તેવો કોઇ દેશ નહીં હોય જ્યાં ભારત સરકારનો કોઇ પ્રતિનિધિ ન ગયો હોય. અમે તમામની સાથે સંબંધો મજબૂત કરવા ઇચ્છીએ છીએ. તેમણે એ પણ કહ્યું આ વિદેશ પ્રવાસોના કારણે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનામાં આ દેશો રોકાણ કરી રહ્યા છે. વિદેશમંત્રી કહ્યું કે "દેશમાં એફડીઆઇ ઘરે બેસીને નથી આવી રહ્યો. 369000 કરોડ રૂપિયા પાછલા બે વર્ષોમાં એફડીઆઇ દ્વારા જ આવ્યા છે."

English summary
Every minister of modi overnment will visit atleast two countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X