19 વર્ષોથી દર વખતે હાર્યા છે ઝારખંડના મુખ્યમંત્રી, શું રઘુવર દાસ તોડી શકશે આ પરંપરા?
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો થોડી વારમાં સામે આવી જશે. થોડી વારમાં ખબર પડી શકશે કે ઝારખંડની જનતાએ કોના સિરે તાજ સજાવ્યો છે? કોણ ઝારખંડના આગામી મુખ્યમંત્રી બનશે? વળી થોડીવારમાં એ પણ ખબર પડી જશે કે મુખ્યમંત્રી રઘુવરદાસ 19 વર્ષથી ચાલતી આવતી પરંપરાને તોડી શકશે કે નહિ? અબકી બાર 65ને પારના નારા સાથે રઘુવર દાસે જીવ રેડીને ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ શું તે ઝારખંડના એ મિથને તોડવામાં સફળ થશે જેને આજ સુધી કોઈ તોડી શક્યુ નથી? શું રઘુવર દાસ એક વાર ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી પદ પર બેસશે?

શું રઘુવર દાસ તોડી શકશે 19 વર્ષની પરંપરા?
ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસ સામે 19 વર્ષથી ચાલી આવતી પરંપરા અથવા એમ કહીએ કે પડકાર તોડવાનો મોકો છે. આ પડકારને છેલ્લા 19 વર્ષોમાં ઝારખંડના કોઈ પૂર્વ મુખ્યમંત્રી તોડી શક્યા નથી. વાસ્તવમાં ઝારખંડનો ઈતિહાસ રહ્યો છે કે અહીંની જનતાએ જેને એક વાર સત્તાની ચાવી આપી અને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા તેને આવતી વખતે નીચે ઉતારી ફેક્યા છે. આ ઝારખંડનો મિજાજ છે કે અત્યાર સુધી જે નેતા સીએમની ખુરશી પર બેઠા છે તેને જનતાએ ચૂંટણીમાં હારનો સ્વાદ ચખાડ્યો છે. એનો અર્થ એ કે ઝારખંડમાં જે એક વાર મુખ્યમંત્રી બન્યા તેને જનતાએ હારનો સામનો કરાવ્યો છે.

ઝારખંડમાં 19 વર્ષોમાં 6 મુખ્યમંત્રી, 3 વાર વિધાનસભા ચૂંટણી
ઝારખંડની રચનાને 19 વર્ષ વીતી ચૂક્યા છે અને અત્યાર સુધી ત્રણ વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. 3 વાર વિધાનસભા ચૂંટણી બાદ ઝારખંડમાં અત્યાર સુધી 6 મુખ્યમંત્રી બની ચૂક્યા છે. ઝારખંડમાં બાબૂલાલ મરાંડી, અર્જૂન મુંડા, શિબૂ સોરેન, મધુ કોડા, હેમંત સોરેન અને રઘુવર દાસે મુખ્યમંત્રીની ખુરશી સંભાળી છે. ખાસ વાત એ છે કે ઝારખંડમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસનાર બધા નેતા વારાફરથી હારી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ઝારખંડ ચૂંટણી પરિણામઃ ઝારખંડની આ સીટો પર સૌની નજર, શું કમલ ખીલશે?

2014ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રીઓની હાર
ઝારખંડની જનતા એવા ચૂંટણી પરિણામો આપતી રહી છે. વર્ષ 2014 વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હતા. આ પરિણામો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીઓ માટે સુનામી સાબિત થયા અને આ ચૂંટણીમાં 4 પૂર્વ મુખ્યમંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં ઝારખંડના પહેલા મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી, કેન્દ્રીય મંત્રી અર્જૂન મુંડા ઝારખંડના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પરંતુ 2014માં ખરસાવાં સીટથી તેમને હારનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને પણ 2014માં હારનો સામનો કરવો પડ્યો. આ સાથે સાથે વર્ષ 2014ની ચૂટણીમાં જેએમએમના કાર્યકારી અધ્યક્ષને ઝારખંડના મુખ્યમંત્રી રહેતા હારનો સામો કરવો પડ્યો હતો.

શું રઘુવર દાસ તોડી શકશે મિથક?
ઝારખંડનો ઈતિહાસ મુખ્યમંત્રીઓ માટે ખાસ નથી રહ્યો. અત્યાર સુધી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા નેતાને હારનો સામનો કરવો જ પડ્યો છે. જો કે રઘુવર દાસ એવા મુખ્યમંત્રી છે જેમણે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. હવે તેમની સામે પડકાર છે કે શું તે 19 વર્ષથઈ ચાલી આવતી આ પરંપરાને તોડી શકશે. જમશેદપુર પૂર્વ સીટથી તેમના પોતાના જ મંત્રીમંડળના બાગી નેતા સરયુ રાય ઉભા છે. વળી, કોંગ્રેસે આ સીટથી પોતાની તેજતર્રાર નેતા ગોપાલ વલ્લભને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. હવે જોવાનુ એ રહેશે કે રઘુવર દાસ જીત મેળવીને આ મિથકને તોડી શકે છે કે નહિ. ભાજપે તેમના પર એક વાર ફરીથી ભરોસો વ્યક્ત કર્યો છે. એવામાં તેમના પર જીત મેળવીને ભાજપને સત્તામાં પાછી લાવવાનુ દબાણ છે.