'વાજપાયી અડવાણી વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના પુરાવા'

digvijay-singh
નવીદિલ્હી, 21 ઑક્ટોબરઃ સોનિયા ગાંધીના જમાઇને બચાવવા માટે ઉતરેલી આખી કોંગ્રેસ પાર્ટી હવે વિપક્ષી દળ ભાજપ પર વળતો પ્રહાર કરતી જોવા મળી રહી છે. ટીમ કેજરીવાલ પર પ્રશ્નોનો મારો ચલાવનારા પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યું છે કે તેમની પાસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી અને વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના પરિવારજનો વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલાના પુરાવા છે. જો કે, તેઓ એ પુરાવાને ક્યારેય સામે લવશે નહીં.

ન્યુઝ ચેનલ સીએનએન-આઇબીએનના એક કાર્યક્રમમાં દિગ્વિજયે કહ્યું કે તેમની પાસે આ બન્ને વરિષ્ઠ નેતા અને ભાજપને શરમજનક પરિસ્થિતિમાં મુકવા માટેના પુરતા પુરાવા છે. સ્પષ્ટ રીતે દિગ્વિજયના નિશાના પર વાજપેયીના દત્તક જમાઇ અને અડવાણીની પુત્રી હતા.

એક પ્રશ્નના જવાબમાં દિગ્વિજયે કહ્યું કે તે 40 વર્ષથી રાજકારણમાં છે. તેવામાં તેમના સંબંધીઓ શું કરે છે, તેની સાથે તેમને કોઇ સંબંધ નથી. દિગ્વિજયે કહ્યું કે તેમની ચાર પુત્રીઓ અને ચાર જમાઇ છે. તે શું કરે છે તે તેમનાથી સંબંધિત નથી.

દિગ્વિજયના નિવેદન પર ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસ અહંકારના નશામાં ડુબેલી છે. દેશની સત્તાધારી પાર્ટીએ છૂટેલા કારતૂસનો ઉપયોગ કરવાનું બંધ કરીને પોતાના મગજનો ઉપયોગ કરવો જોઇએ, જેથી તેમની બગડેલી છબીને તેઓ થોડીક સુધારી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X