UPમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ઘણી જગ્યાએ EVM ખરાબ, લોકો થયા હેરાન
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ EVM મશીનમાં ખામી સામે આવી છે. ઈવીએમ મશીનમાં ખરાબીના કારણે મતદારોને મુઝફ્ફરનગર સ્થિત એક મતદાન મથક પર લાંબા સમય સુધી રાહ જોવી પડી
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ EVM મશીનમાં ખામી સામે આવી છે. ઈવીએમ મશીનમાં ખરાબીના કારણે મતદારોને મુઝફ્ફરનગર સ્થિત એક મતદાન મથક પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. રિપોર્ટ અનુસાર ઈસ્લામિયા ઈન્ટર કોલેજમાં ઈવીએમ મશીન ખરાબ થઈ ગયું છે. ઈવીએમ ફેલ થવાને કારણે લોકોએ મતદાન કરવા રાહ જોવી પડી હતી. મતદારોએ લગભગ 90 મિનિટ રાહ જોવી પડી હતી. જોકે, બાદમાં ઈવીએમ મશીન બદલવામાં આવ્યું હતું અને ફરી એકવાર મુઝફ્ફરનગરના બૂથ પર ફરી મતદાન શરૂ થઈ શક્યું હતું. પરંતુ મતદારોની લાંબી કતાર ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે.

માત્ર મુઝફ્ફરનાગમાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ ઈવીએમમાં ખામી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મેરઠના સિવાલખાસના સિસોલા ખુર્દ ગામમાં પણ ઈવીએમ મશીન ફેલ થઈ ગયું છે, જેના કારણે મતદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. અધિકારીઓ અહીં EVM મશીન બદલવામાં વ્યસ્ત છે. જ્યારે બુલંદશહરના અનુપશહરના બૂથ નંબર 421માં EVM ખરાબ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું અને લોકોએ ઘણી રાહ જોવી પડી. બાગપતના અમીનગર સરાયના શીલચંદ કોલેજમાં મતદાન મથક 113 પર પણ ઈવીએમ મશીન બગડી ગયું છે.
પોલિંગ બૂથ પર વોટ આપવા આવેલા એક મતદારે કહ્યું કે પોલિંગ બૂથ ઓફિસરે કહ્યું કે EVMમાં થોડી સમસ્યા છે, તેથી થોડી વાર પછી તેણે પોતાનો વોટ આપવા આવવું જોઈએ. તે જ સમયે અન્ય એક મતદારે કહ્યું કે હું અહીં લાંબા સમયથી ઉભો છું, આ અમારો અધિકાર છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે 2.27 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
