For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાયબરેલી ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં થયેલી ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. બુધવારે સવારે રાયબરેલીમાં બનારસથી લખનવ જઈ રહેલી ન્યૂ ફરક્કા એક્સપ્રેસના છ કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં થયેલી ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. બુધવારે સવારે રાયબરેલીમાં બનારસથી લખનવ જઈ રહેલી ન્યૂ ફરક્કા એક્સપ્રેસના છ કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. આ ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા લખવામાં આવ્યું કે, "રાયબરેલીમાં થયેલી રેલ દુર્ઘટનામાં યાત્રીઓની મૌતથી ઘણી પીડા થઇ"

pm modi

રાયબરેલી ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યકત કરતા પ્રધાનમંત્રી મોદી ઘ્વારા કહેવામાં આવ્યું કે, રાયબરેલીમાં થયેલી રેલ દુર્ઘટનામાં યાત્રીઓની મૌતથી ઘણી પીડા થઇ. શોક્ગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરું છે અને ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય. યુપી સરકાર, રેલવે અને એનડીઆરએફ ટીમ દરેક સંભવિત મદદ સુનિશ્ચિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનનો અકસ્માત, 5નાં મોત

બુધવારે સવારે સાઢા 5 વાગ્યે બનારસથી લખનવ જઈ રહેલી ન્યૂ ફરક્કા એક્સપ્રેસ ટ્રેનની 6 બોગીઓ પાટા નીચે ઉતરી ગઈ. આ ઘટના હરચંદપુર રેલવે સ્ટેશનથી 50 મીટર દૂર થઇ. આ દુર્ઘટનામાં 7 લોકોની મૌત અને 40 લોકો ઘાયલ થયાની ખબર આવી રહી છે. આ ઘટના અંગે સૂચના મળ્યા પછી લખનવ અને વારાણસીથી બે એનડીઆરએફ ટીમ પહોંચી ચુકી છે. ટીમે બચાવ કામગીરી શરુ કરી દીધી છે.

આ પણ વાંચો: એક જ પરિવારના ત્રણ લોકોની ચપ્પુ મારી હત્યા

બોગીઓમાં ફસાયેલા લોકોને કોચ કાપીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જગ્યા પર એનડીઆરએફ, રેલકર્મીઓ અને પોલીસની ટીમ પહોંચી ચુકી છે. મુખ્યમંત્રી ઘ્વારા આ ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રીના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. જયારે રેલવે ઘ્વારા પણ મૃતકના પરિવારને વળતળ આપવાની ઘોષણા કરી છે.

English summary
New Farakka Express Derailed In Raebareli, PM Narendra Modi Offers Condolences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X