ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનનો અકસ્માત, 5નાં મોત

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનનો અકસ્માત, 5નાં મોત

લખનઉઃ રાયબરેલીમાં ટ્રેનનો ગોજારો અકસ્માત થયો, અહીં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના પાંચ કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા છે. આ ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટના હરચંદપુર રેલવે સ્ટેશનથી 50 મીટર દૂર બની છે. હાલ સ્થાનિક લોકો અને હરચંદપુર સ્ટેશનનો સ્ટાફ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ગયા છે. યાત્રીઓમાં અફરા તફરીનો માહોલ છે. જાણકારી મુજબ ઘટના રાયબરેલીના હરચંદપુર સ્ટેશન પાસે બની છે.

હેલ્પલાઈન નંબર જાહેર

હેલ્પલાઈન નંબર જાહેર

ઘટના બાદ પ્રશાસન તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે, બીએસએનએલ નંબર 05412-254145, જ્યારે રેલવેનો નંબર 027-73677 છે. જેના પર ફોન કરીને તમે ઘટના વિશે જાણકારી મેળવી શકો છો, સાથે જ પરિજનોના હાલચાલ જાણી શકો છો. જણાવી દઈએ કે અકસ્માતગ્રસ્ત ટ્રેનનો નંબર 14003 (MLDT-NDLS) છે.

મુખ્યમંત્રીએ ઘટનાની જાણકારી મેળવી

મુખ્યમંત્રીએ ઘટનાની જાણકારી મેળવી

રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમને લખનઉથી ઘટનાસ્થળે રવાના કરી દીધા છે. જે બાદ લખનઉ અને વારાણસીથી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની જાણકારી લેતાં ડીએમ, એસપી, સ્વાસ્થ્ય અધિકારીઓ અને એનડીઆરએફની ટીમને ઘટના સ્થળે મોકલી દીધી છે અને દરેક સંભવ મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

એક મહિલા અને બાળકીનું મોત

એક મહિલા અને બાળકીનું મોત

મૃતકોમાં એક મહિલા અને એક બાળકી પણ સામેલ છે, સ્થાનિકો બચાવકાર્યમાં લાગી ગયા છે. સાથે જ પોલીસ અને રાહત બચાવની ટીમ મોકા પર પહોંચવા ગઈ છે. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ટ્રેન રાયબરેલીથી થઈને દિલ્હી જઈ રહી હતી. અહેવાલો મુજબ એનડીઆરએફની ટીમને પણ રાહત અને બચવા કાર્ય માટે ઘટના સ્થળે મોકલી આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ રહ્યા છે.

આ પણ વાંચો-આજે પેટ્રોલના ભાવ ન વધ્યા, ડીઝલ 26 પૈસા મોંઘું થયું

{document1}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X