મુંબઇઃ બિલ્ડર મર્ડર કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટની ધરપકડ

jail
મુંબઇ, 17 ફેબ્રુઆરીઃ શનિવારે ધોળેદાડે મુંબઇમાં એક બિલ્ડરના મર્ડર કેસમાં પોલીસે એક નિવૃત એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટની ધરપકડ કરી દીધી છે. ધરપકડ કરાયેલા અધિકારીનું નામ ઇમૈનુઅલ અમોલિક છે. પોલીસે ફોન કોલ ડિટેલ્સથી ખુલાસો કર્યો છે કે અમોલિક શૂટરના સતત સંપર્કમાં હતા. ક્રાઇમ બ્રાન્ચ બીજા આરોપીઓની તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે શનિવારે સવારે વાશીમાં બિલ્ડર સુનિલ લોહરિયાને તેની ઓફિસ બહાર બે શખ્સોએ ગોળી મારી હતી. ગોળી વાગતા સુનિલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને આસપાસના લોકોએ એક શખ્સની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી. જો કે આ વારદાત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સ્થળ પર ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે સુનિલ લોહરિયા સવારે જેવા પોતાની ઓફિસ બહાર પહોંચ્યા, બે શખ્સોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

એટલું જ નહીં આ શખ્સોએ તેના પર ચાકુએથી હુમલો પણ કર્યો. ગોળીઓનો અવાજ સાંભળીને બિલ્ડરના કર્મચારીઓ ઓફિસની બહાર આવ્યા અને પીછો કરીને લોકોની મદદથી એક હુમલાખોરને પકડી પાડ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ બીજો હુમાલખોર કોપરખેરણે સ્ટેશન તરફ ફરાર થઇ ગયો. એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અંગે તમને જણાવી દઈએ કે, અમોલી મુંબઇ પોલીસમાં તે સબ ઇન્સ્પેક્ટર હતા. જે અંદાજે 40 એન્કાઉન્ટરમાં સામેલ હતા. પકડાયેલા હુમલાખોરે પૂછપરછમાં એ ખુલાસો કર્યો હતો કે અમોલિકના કહેવાથી બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X