રેપ કેસના આરોપી ગાયત્રી પ્રજાપતિના 2 પુત્રો, 3 સહયોગીની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

ગેંગ રેપ ના આરોપી તથા પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ ના 3 સહયોગીઓની પોલીસે ધરપકડ કરી છે. તેમને સંરક્ષણ આપવાના આરોપ હેઠળ પોલીસે ગાયત્રીના બંન્ને પુત્રો અનુરાગ અને અનિલ પ્રજાપતિની પણ ધરપકડ કરી છે. આ ત્રણ સહયોગીઓની ઓળખાણ રુપેશ, વિકાસ વર્મા અને પિંટુ ઉર્ફે અમરેન્દ્ર સિંહ તરીકે કરવામાં આવી છે.

gayatri prajapati

ગાયત્રી પ્રજાપતિના પુત્રો અનુરાગ અને અનિલની ધરપકડ બાદ હવે ગાયત્રી પ્રજાપતિ પણ જલ્દી જ પકડાઇ જવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બંન્ને પુત્રોના નામે 20થી વધુ કંપનીઓ છે, જેમાં તેઓ અબજો રૂપિયાના માલિક છે. બંન્ને પુત્રોનું ભણતર અમેઠીમાં જ થયું છે, બંન્ને દિકરાઓએ બીએ કર્યું છે. મોટો દિકરો અનુરાગ ગાયત્રી પ્રજાપતિ સાથે જ કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો.

gayatri prajapati son

વર્ષ 2014માં અનુરાગ પર પણ અમેઠીની એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઘણી અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ ગાયત્રી પ્રજાપતિએ પોતાના સત્તાના જોરે એફઆઇઆર નોંધાવા જ નહોતી દીધી.

gayatri prajapati

અહીં વાંચો - યુપીઃ ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

શું હતો આખો મામલો?

ગાયત્રી પ્રજાપતિ પર એક મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરવાનો તથા મહિલાની સગીર પુત્રીની છેડછાડનો આરોપ છે. મહિલાઓ આરોપ લગાવ્યો હતો કે, ગાયત્રી પ્રજાપતિ તથા તેના સાથીદારોએ બે વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ મહિલાની સગીર વયની પુત્રી સાથે પણ શારિરીક છેડછાડ કરી હતી. મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેની પર કોઇ કાર્યવાહી ન થવાથી આકરી પીડિતીએ સુપ્રીમ કોર્ટમાં શરણ લીધી હતી

કોર્ટે તુરંત મંત્રી વિરુદ્ધ રેપ તથા પૉસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરવાનો ઓર્ડર આપ્યો હતો. મહિલાનો આરોપ છે કે, ગાયત્રી પ્રજાપતિએ તેની ચામાં નશીલો પદાર્થ ભેળવી તેને બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાની તસવીરો પણ લીધી હતી. ત્યાર બાદ ઘણીવાર આ તસવીરો દ્વારા મહિલાને બ્લેકમેઇલ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

English summary
Ex-minister Gayatri Prajapati's three associates and his two son arrested.
Please Wait while comments are loading...