For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ સાંસદ સંજય સિંહે પત્ની સાથે ભાજપનો ખેસ પહેર્યો

પૂર્વ સાંસદ સંજય સિંહે પત્ની સાથે ભાજપનો ખેસ પહેર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ નેતા સંજય સિંહ પોતાની પતની અમિતા સિંહ સાથે ભાજપમાં સામેલ થઈ ગયાં છે. અમેઠી રાજઘરાનાથી સંબંધ ધરાવતા સંજય સિંહે એક દિવસ પહેલા એટલે કે મંગળવારે જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સંજય સિંહને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા હતા. જો કે તેમણે કોંગ્રેસ છોડતી વખતે કહ્યું હતું કે હું કોંગ્રેસ એટલા માટે છોડી રહ્યો છું કેમ કે કોંગ્રેસ નેતૃત્વ વિનાની પાર્ટી છે.

જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા

જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા

કોગ્રેસથી રાજીનામું આપ્યાના બીજા જ દિવસે સંજય સિંહે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સભ્યતા હાંસલ કરી લીધી. આ દરમિયાન તેમની પત્ની અમિતા સિંહ પણ ભાજપમાં સામેલ થયાં. સંજય સિંહ પહેલા પણ ભાજપમાં રહી ચૂક્યા છે. 1998માં અમેઠી સંસદીય સીટથી તેઓ કોંગ્રેસના કેપ્ટન સતીશ શર્માને હરાવી સાંસદ ચૂંટાયા હતા. જે બાદ તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા.

ગાંધી પરિવારના નજીકના હતા સંજય સિંહ

ગાંધી પરિવારના નજીકના હતા સંજય સિંહ

જો કે રાહુલ ગાંધીના કોંગ્રેસમાં આવ્યા બાદ તેઓએ ભાજપ છોડી કોંગ્રેસમાં વાપસી કરી. 2009માં લોકસભા ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુરથી સાંસદ રહી ચૂક્યા હતા. સંજય સિંહને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા હતા.

પહેલા પણ ભાજપમાં હતા

પહેલા પણ ભાજપમાં હતા

1980માં જ્યારે અમેઠી સીટથી નેહરુ-ગાંધી પરિવારના સભ્ય સંજય ગાંધીએ ચૂંટણી લડવાનો ફેસલો લીધો તો તેમણે સંજય ગાંધીને પોતાનું સમર્થન આપ્યું. અમેઠીએ નેહરુ-ગાંધી પરિવાર સાથે ઉંડો નાતો રહ્યો. અમેઠી નજીકની લોકસભા સીટ રાયબરલીથી તે સમયે ઈન્દિરા ગાંધી ચૂંટણી લડતાં હતાં. વર્તમાનમાં રાયબરેલીથી સોનિયા ગાંધી સાંસદ છે.

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે અવિનાશ રાય ખન્નાને આ મોટી જવાબદારી સોંપીજમ્મુ-કાશ્મીરઃ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે અવિનાશ રાય ખન્નાને આ મોટી જવાબદારી સોંપી

English summary
ex mp sanjay singh joined bjp with his wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X