For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન શોષણ કેસમાં જસ્ટિસ ગાંગુલીએ આપ્યું રાજીનામું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 7 જાન્યુઆરી: ભારે દબાણના લીધે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એ કે ગાંગુલીએ સોમવારે અહીં પશ્વિમ બંગાળ માનવાધિકાર પંચના પ્રમુખ પદેથી રાજીનામું આપી દિધું છે. ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી.

તેમને એક લૉ ઇંટર્નના યૌન શોષણના આરોપો બાદ આ પગલું ભર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યાયમૂર્તિએ આ રાજીનામું પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમ કે નારાયણન સાથે રાજભવનમાં મુલાકાત દરમિયાન સોંપ્યું હતું.

ન્યાયમૂર્તિ એ કે ગાંગુલીની રાજ્યપાલ સાથે લગભગ 45 મિનિટ સુધી વાતચીત થઇ હતી. તેમને પુછવામાં આવ્યું હતું કે શું તેમને રાજ્ય માનવાધિકાર પંચના પ્રમુખ પદેથી રાજીનામું આપી દિધું છે, તો ન્યાયમૂર્તિ એ કે ગાંગુલીએ જણાવ્યું હતું કે 'હું પ્રતિક્રિયા આપીશ નહી.' પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીએ દિલ્હીમાં કહ્યું હતું કે 'એ સારી વાત છે કે તેમને મારી સાથે વાત કરવાના એક દિવસ પહેલાં જ રાજીનામું આપી દિધું છે.' સોરાબજીએ રવિવારે કહ્યું હતું કે ન્યાયમૂર્તિ એ કે ગાંગુલીએ ટેલિફોન પર તેમને કહ્યું હતું કે તે માનવાધિકાર પંચના પ્રમુખ પદે રાજીનામું આપવાનું વિચારી રહ્યાં છે.

તેમને રાજીનામાની માંગ કરી હતી વધારાના સાલીસિટર જનરલ ઇન્દિરા જયસિંહે કહ્યું હતું કે આ પહેલાં થવું જોઇતું હતું. તેમને કહ્યું હતું કે ન્યાયમૂર્યિ એ કે ગાંગુલી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સાચો છે. ન્યાયમૂર્તિ એ કે ગાંગુલીનો આ નિર્ણય કેન્દ્રિય કેબિનેટ દ્વારા બુધવારે કરવામાં આવેલા નિર્ણય બાદ આવ્યો છે. કેબિનેટે આ મુદ્દે રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રિમ કોર્ટ પાસે સલાહ માંગતા (પ્રેસિડેંશિયલ રેફરન્સ)ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાંને પશ્વિમ બંગાળ માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદેથી દૂર કરવાની દિશામાં એક પગલું માનવામાં આવતું હતું.

ak-ganguly

સુપ્રીમ કોર્ટે ત્રણ જજોવાળો એક સમિતિએ ન્યાયમૂર્તિ એ કે ગાંગુલીને દોષિત ગણ્યા હતા. સમિતિને જાણવા મળ્યું કે ઇંટર્નની લેખિત તથા મૌખિક નિવેદનથી પ્રથમ દ્રષ્ટિએ આ વાતનો ખુલાસો થાય છે કે ન્યાયધીશે તેના (પીડિતાની)સાથે 24 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીના મેરિડિયલ હોટલમાં 'અશોભનિયન વ્યવહાર કર્યું છે.

કોર્ટે એ કે ગાંગુલીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કેટલાક તાકાતવરો લોકો તેમની છબિ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કારણ કે તેમને કેટલા ચૂકાદા કર્યા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમને ગત મહિને લખેલા પત્રમાં ન્યાયમૂર્તિ ગાંગુલીએ કહ્યું હતું કે તેમને લો ઇંટર્નને ક્યારેય હેરાન કરી નથી તથા ક્યારેય કોઇ અન્ય મહિલા ઇંટર્ન પ્રત્યે આવંછિત પહેલ કરી નથી. આ પહેલાં આજે ન્યાયમૂર્તિ એ કે ગાંગુલી પોતાના કાર્યાલય ગયા અને તેમને એક સ્કૂલ અદ્યાપિકા સાથે કથિત ઉત્પીડનનીએ ફરિયાદ પર કાર્યવાહી કરી.

English summary
Retired Supreme Court judge, AK Ganguly met Governor MK Narayanan on Monday, fuelling speculations that he might have resigned as the Chairman of the West Bengal Human Rights Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X