સુસાઇડ કેસ: રાહુલનો કસ્ટડીમાંથી છુટકારો, કેજરીવાલને પણ મળવા ન દેવાયા

Subscribe to Oneindia News

વન રેંક વન પેંશન ( ઓઆરઓપી) મામલે પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલે આત્મહત્યા કરી લીધી. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હી સ્થિત રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં રામ કિશનના પરિવારને મળવા ગયા પરંતુ હોસ્પિટલના ગેટ પર જ તેમને રોકી દેવામાં આવ્યા હતા.

rahul

રાહુલની ધરપકડ

જ્યારે રાહુલ માન્યા નહિ અને ગેટ પર રોકાઇ રહ્યા તો તેમની ધરપકડ કરવામાં આવી. રાહુલને મંદિર માર્ગે પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યા જ્યાં થોડી વાર રાખ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા.

orop

હોસ્પિટલ છે ન કે ધરણા સ્થળ


આ મામલે પોલિસ અધિકારી એમ કે મીણાએ કહ્યું કે ડ્યૂટીમાં અવરોધ ઉભા કરવાને કારણે રાહુલની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ પોલિસ કમિશ્નર મીણાએ કહ્યુ કે આ હોસ્પિટલ છે કોઇ ધરણા માટેનું સ્થળ નથી. તેમણે જાણકારી આપી કે ગ્રેવાલના પરિવારની પણ ધરપકડ કરવામાં આવી છે કારણકે અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે તે લોકો નેતાઓનો સંપર્ક કરતા હતા. મીણાએ કહ્યું કે લોકતંત્રનો મતલબ એવો નથી કે બાધાઓ ઉત્પન્ન કરવામાં આવે. નેતાઓએ સમજવુ જોઇએ કે આ હોસ્પિટલ છે ન કે ધરણા સ્થળ. રાહુલની ધરપકડ અંગે મીણાએ કહ્યુ કે કોઇ પણ નેતાને હોસ્પિટલમાં જવાની પરવાનગી નથી. રાહુલની સાથે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા અને કિરણ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

kejariwal

અહી લઇ જવાયો મૃતદેહ

મીડિયા રિપોર્ટ પ્રમાણે સૈનિકના મૃતદેહને લેડી હોર્ડિંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મળવા ગયા હતા પરંતુ તેમને મળવા જવા દીધા નહોતા. જણાવવામાં આવી રહ્યુ છે કે હોસ્પિટલની આસપાસ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) તૈનાત કરવામાં આવી રહી છે.

rahul

રાહુલે કહ્યુ


આ પહેલા પોતાની ધરપકડથી નારાજ રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યુ હતુ એ 'નવુ હિંદુસ્તાન બની રહ્યુ છે ભાઇ. આ અલોકતાંત્રિક છે. આ માનસિકતા ખોટી છે.' આ મામલે ટ્વીટર એકાઉંટ પર રાહુલ ગાંધીએ લખ્યુ કે રામકિશન ગ્રેવાલની મોતના સમાચાર સાંભળીને હું દુખી છુ. હું પીએમ મોદીને અપીલ કરુ છુ કે વન રેંક વન પેંશન સાચા અર્થમાં લાગૂ કરવામાં આવે.

English summary
Ex serviceman suicide issue: Cong VP Rahul Gandhi has been released from Mandir Marg Police station (Delhi) after being detained by police
Please Wait while comments are loading...