
Exit Poll Results 2021: બંગાળમાં મમતા તો આસામમાં ભાજપની થશે વાપસી
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પોંડિચેરીમાં ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. વિધાનસભા ચૂંટણી બાદ આજે એક્ઝિટ પોલ પણ જાહેર થઈ ગયા છે. કેટલીક ચેનલ્સમાં આ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. બીજી 2ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કોરોનાવાયરસ મહામારીના કહેર વચ્ચે આસામની 126 વિધાનસભા સીટ પર, કેરળની 140 વિધાનસભા સીટ પર, તમિલનાડુની 234 વિધાનસભા સીટ પર, પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા સીટ પર અને પોંડિચેરીની 30 વિધાનસભા સીટ પર મતદાન થયું હતું.
દીદી વર્સિસ મોદીના મુકાબલામાં C Voters દીદીને સત્તા સોંપી રહ્યા છે, એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં દીદીને 158 સીટ મળી રહી છે, જ્યારે ભાજપને 115 સીટ મળી રહી છે અને લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધને માત્ર 19 સીટથી સંતોષ માનવો પડશે.
જ્યારે એક્સિસ માઈ ઈન્ડિયા પોલ મુજબ આસામમાં ભાજપની સરકાર બની રહી છે. Asis My indiaએ આ સર્વે માટે 27189 લોકોના મંતવ્યો લીધા.
India Today Axis My India
આસામ
ભાજપ+-48%-75-85 સીટ
કોંગ્રેસ+-40%- 40-50
અન્ય-12%-1-4%
CVoter-ABP
પશ્ચિમ બંગાળ
TMC: 42.1% વોટ; 152-64 સીટ
BJP: 39% વોટ; 109-21 સીટ
Congress+ : 15.4% વોટ; 14-25 સીટ
Republic-CNX
પશ્ચિમ બંગાળ
TMC: 128-138
BJP: 138-148
અન્ય- 11-21
Today's Chanakya- News 24
આસામ
BJP+ 43% ± 3%
Cong+ 43% ± 3%
અન્ય 14% ± 3%