For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેગાસસ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એક્સપર્ટ કમિટીએ કહ્યું - કોઈની પણ જાસૂસી કરવા માટેની મંજૂર

સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરીને કહ્યું કે, લોકોની અંધાધૂંધ જાસૂસીને મંજૂરી આપી શકાય નહીં, તેની તપાસ કરવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરતી વખતે બુધવારના રોજ કહ્યું કે, લોકોની અંધાધૂંધ જાસૂસીને મંજૂરી આપી શકાય નહીં, તેની તપાસ કરવાની જરૂર છે.

ઇઝરાયેલમાં બનેલા પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતમાં ઘણા લોકોની જાસૂસીના કેસની તપાસની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ સમિતિની રચના કરી છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટ પાસેથી આ કેસની સ્વતંત્ર કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માગ કરી હતી. આના પર ચીફ જસ્ટિસ એનવી રમન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેચે ઘણા રાઉન્ડની સુનાવણી બાદ 13 સપ્ટેમ્બર સુધી પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો, જેના પર આજે નિર્ણય આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન સમિતિના વડા હશે

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન સમિતિના વડા હશે

સુપ્રીમ કોર્ટે 27 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે, પેગાસસ કેસ પર કેન્દ્ર તરફથી કોઈ ચોક્કસ ખંડન નથી, આમ અમારી પાસે અરજદારોની અરજીઓને પ્રથમ દૃષ્ટિએસ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમે આ કેસમાં નિષ્ણાત સમિતિની નિમણૂક કરી રહ્યા છીએ, જે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરશે.

ત્રણ સભ્યોની સમિતિનુંનેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન કરશે.

તેના અન્ય સભ્યો આલોક જોશી અને સંદીપ ઓબેરોય હશે. સુપ્રીમ કોર્ટે સમિતિને આરોપોની સંપૂર્ણતપાસ કરવા અને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

વિદેશી એજન્સીની સંડોવણી ચિંતાનો વિષય છે

વિદેશી એજન્સીની સંડોવણી ચિંતાનો વિષય છે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ અને આપણે સ્વીકારવું જોઈએ કે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ ગોપનીયતાના અધિકારની સુરક્ષામાત્ર પત્રકારો માટે જ નહીં, પરંતુ તમામ નાગરિકો માટે પણ મહત્વપૂર્ણ છે.

આવી સ્થિતિમાં પેગાસસ કેસમાં જૂઠ અને સત્ય શોધવા માટે એક સમિતિની રચના કરવામાંઆવી છે.

આ મામલે ગોપનીયતાના અધિકારના ઉલ્લંઘનની તપાસ થવી જોઈએ. ભારતીયોની દેખરેખમાં વિદેશી એજન્સીની સંડોવણી ગંભીર ચિંતાનો વિષય છે.

ઘણા લોકોએ અરજી કરી હતી

ઘણા લોકોએ અરજી કરી હતી

એડવોકેટ એમએલ શર્મા, રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસ, પત્રકાર એન રામ અને શશિ કુમાર, જગદીપ ચોકર, નરેન્દ્ર મિશ્રા, પત્રકાર રૂપેશ કુમાર સિંહ, એડિટર્સ ગિલ્ડઑફ ઈન્ડિયા તરફથી પેગાસસ કેસની તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.

આ અરજીઓ પર પહેલી સુનાવણી કોર્ટે 5મી ઓગસ્ટે કરી હતી, જે ઘણારાઉન્ડ સુધી ચાલી હતી અને બુધવારે તેના પર કોર્ટનો આદેશ આવ્યો હતો.

શું છે પેગાસસનો સમગ્ર મામલો?

શું છે પેગાસસનો સમગ્ર મામલો?

ઘણા મોટા મીડિયા ગ્રુપે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલની કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસને ફોન પર મોકલીને ઘણાદેશોમાં હજારો લોકોની જાસૂસી કરવામાં આવી હતી. તેમાં ભારતનું નામ પણ છે.

ભારતમાં બે મંત્રીઓ, અનેક વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અનેકાર્યકરોના નામ સામે આવ્યા છે, જેમની જાસૂસી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

English summary
Expert committee set up by Supreme Court to probe Pegasus case says no one allowed to spy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X