For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. સામે ઓમારનું ઉગ્ર વલણ, સેનાને જડબા તોડ જવાબ આપવા કર્યું આહ્વાન

|
Google Oneindia Gujarati News

omar abdulla
જમ્મુ, 21 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ સોમવારે જણાવ્યું કે નિયંત્રણ રેખા પર જો પાકિસ્તાન નિયંત્રણ રેખાનો ઉલ્લંઘન કરે તો કેન્દ્રએ અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઇએ. આ ઉપરાંત તેમણે ભારતીય સેનાને પાકિસ્તાની સેનાને જડબા તોડ જવાબ આપવા પણ જણાવ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સીમાપારથી ગોળીબાર પર ચિંતા વ્યક્ત કરતા ઓમારે જણાવ્યું કે કેન્દ્રને નિશ્ચિતપણે આ મામલે હવે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. અબ્દુલ્લાએ એક કાર્યક્રમમાં બાદ પત્રકારોને જણાવ્યું કે ચોક્કશ આ કોઇ એકતરફી બાબત ના હોઇ શકે. એવી સ્થિતિ ના હોઇ શકે કે અમે ભોગવતા રહીએ અને કોઇ પ્રતિક્રિયા પણ ના આપીએ. તેમણે જણાવ્યું કે જો પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છે તો કેન્દ્રએ અન્ય વિકલ્પો પણ જોવા જોઇએ.

અબ્દુલ્લાએ ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે ન્યૂયોર્કમાં મળેલી બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મનમોહન સિંહે ભારતની ચિંતાઓને ખૂબજ સ્પષ્ટરીતે વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે એક એવી વ્યવસ્થા પર વિચાર કરવામાં આવ્યો હતો કે જે અંતર્ગત બંને દેશોના સૈન્ય અભિયાન મહાનિદેશક(ડીજીએમઓ) નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રિય સીમા પર શાંતિ બનાવી રાખવા પર ચર્ચા કરીશું. આવું હજી સુધી નથી બન્યું. મારું માનવું છે કે આ એક એવો વિકલ્પ છે કે જેની પર કામ કામ કરવાની જરૂરત છે અને એવું નહી થતા ભારતે સરકારે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની નેમ અપનાવી પડશે.

આ વર્ષે સંઘર્ષ વિરામના કુલ 136 મામલા નોંધાયા છે. છેલ્લા આઠ વર્ષોમાં સૌથી વધારે વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન આ વર્ષે જ કરવામાં આવ્યું છે. ઓમરે કાશ્મીર મામલાના સમાધાન માટે અમેરિકન હસ્તક્ષેપની માંગ કરવાના કારણે પાકિસ્તાનના વડા નવાઝ શરીફની ટીકા કરી છે.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન સ્પષ્ટ રીતે પોતાના અનુભવોથી જાણે છે કે ભારત જમ્મુ-કાશ્મીરના મામલામાં કોઇ પ્રકારના વિદેશી હસ્તક્ષેપનો સ્વિકાર નહીં કરે. એ સ્પષ્ટ કરો કે કાશ્મીરમાં કોઇ પ્રકારની મધ્યસ્તતા અથવા કોઇ ત્રીજા દળની કોઇ પ્રકારની ભૂમિકા નથી. આ વાત પર બંને દેશોની વચ્ચે સહમતિ બની છે.

English summary
Amid no signs of cooling of tension on the Indo-Pak border, Jammu and Kashmir chief minister Omar Abdullah on Monday said the Centre will have to look at other options if Pakistan continues to violate ceasefire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X