પંજાબ ચૂંટણી 2017: કોંગ્રેસ ઉમેદવારની રેલી પાસે કાર વિસ્ફોટ, 3ની મોત
પંજાબ ચૂંટણી પહેલાં બઠિંડામાં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ કોંગ્રેસ ઉમેદવારની રેલી પાસે થયો હતો, જેમાં ત્રણ લોકોની મોત થઇ , જ્યારે 12 લોકોના ઇજાગ્રસ્ત થયા છે.
પંજાબ માં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં બઠિંડા શહેરમાં વિસ્ફોટ થયો છે. કોંગ્રેસ ઉમેદવારની જનસભા રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. જનસભા જ્યાં યોજાઇ હતી, ત્યાં નજીક ઊભેલી એક કારમાં જ મોટો વિસ્ફોટ થયો હતો. ઉપલબ્ધ જાણકારી અનુસાર આ વિસ્ફોટમાં 3 લોકોનું મૃત્યુ થયું હતું તથા 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત લોકોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એએનઆઇના અહેવાલ અનુસાર મૌર મંડી વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર હરમિંદર જસ્સીની જનસભા ચાલી રહી હતી, તે સમયે જનસભાની નજીક જ ઊભેલી એક કારમાં મોટો વિસ્ફોટ થયો હતો. પોલીસની શરૂઆતની તપાસમાં આ વિસ્ફોટ આઇઇડીના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. પ્રેશર કુકરમાં આઇઇડી મુકાવામાં આવ્યું હતું, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. પોલીસ અને રાહત બચાવ દળના લોકો સુચના મળતાં જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રૂઆરીના રોજ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે અહીં મતદાન થનાર છે. આથી ચૂંટણી પહેલાં જ થયેલા આ વિસ્ફોટે લોકોના મનમાં ડર બેસાડી દીધો છે.












Click it and Unblock the Notifications
