ઓડિશામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4નાં મોત, 4 ગંભીર

ઘટનામાં ગેરકાયદે ફટાકડા બનાવવાનું કારખાનું હતું તે મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. અહીં ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવામાં અને લોકોને બચાવવામાં ઘણો સમય લાગ્યો હતો.

ઓડિશાના ખુર્દા જિલ્લામાં એક ઘરમાં ચાલતી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. અહીં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેમાં ચાર લોકોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ત્યારે બની જ્યારે અહીં ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

accident

આ ઘટનામાં ગેરકાયદે ફટાકડા બનાવવાનું કારખાનું હતું તે મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. અહીં ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવામાં અને લોકોને બચાવવામાં ઘણો સમય લાગ્યો હતો.

સામે આવી રહેલી વિગતો અનુસાર, માહિતી મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહેવાલો અનુસાર, જે મકાનમાં પીડિત લોકો ફટાકડા બનાવી રહ્યા હતા તે વિસ્ફોટમાં પુરી રીતે બરબાદ થઈ ગયુ છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ભુવનેશ્વરથી લગભગ 40 કિલોમીટર દૂર ટાંગી વિસ્તારના ભુસંદપુર ગામમાં બની છે. અહીં હોળીના તહેવાર માટે એક ઘરમાં ફટાકડા બનાવવાની તૈયારી ચાલી રહી હતી. ફટાકડામાં બ્લાસ્ટ થતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક છે.

ખુર્દા જિલ્લા મેજિસ્ટ્રેટ સુદર્શન ચક્રવર્તીએ મીડિયાને જણાવ્યું કે, અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહની ઓળખ થઈ શકી છે. આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ઘરમાં ફટાકડા બનાવવા માટે પ્રશાસન પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X