For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારે સબસીડી પર મશીન ખરીદીની અવધીમાં કર્યો વધારો

ચંદીગઢ : મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં પરાળીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. આ અંતર્ગત હવે પંજાબ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં પરાળીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. આ અંતર્ગત હવે પંજાબ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં પરાળીની જાળવણી અને ઘઉંની સીધી વાવણી માટે સબસીડી પર મશીનો ખરીદવા માટે ખેડૂતોને આપવામાં આવેલી અવધી 20 નવેમ્બર સુધી વધારવામાં આવી છે.

Punjab Government

માહિતી આપતાં કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે, જે મશીનોની મંજૂરીની મુદ્દત 7 નવેમ્બર, 2022ના રોજ સમાપ્ત થઈ રહી છે. તેમની અવધી 20 નવેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે. આ સાથે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, હવેથી બેલર રેક્સ જાહેર કરવાની મંજૂરીનો સમયગાળો 21 દિવસનો રહેશે.

કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે, પંજાબ સરકારે આ નિર્ણય ખેડૂતોને સ્ટબલની જાળવણી અને ઘઉંની સીધી વાવણી માટે મહત્તમ મદદ આપવાના ઉદ્દેશ્યથી લીધો છે. આ સાથે જ તેમણે ખેડૂતોને સરકારની આ યોજનાઓનો મહત્તમ લાભ લઈને પર્યાવરણને પ્રદુષણથી બચાવવા અપીલ કરી છે.

English summary
Extension of machine purchase period on Punjab Government subsidy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X