ઉત્તર ભારતમાં ભીષણ ગરમી અને બંગાળની ખાડીમાં અસાની તોફાનનો ખતરો
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી અને બંગાળની ખાડીમાં અસાની તોફાનનો ખતરો
હોળીની તરત બાદ જ ગરમીએ પોતાનો રંગ દેખાડવો શરૂ કરી દીધો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. માર્ચનો મહિનો હજી સમાપ્ત નથી થયો અને રાજસ્થાનમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે વર્ષ 2022નું પહેલું ચક્રવાત અસાની બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે. હવામાન વિભાગ મુજબ આ ચક્રવાત અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ તરફ વધશે અને 22 માર્ચે બાંગ્લાદેશ- ઉત્તરી મ્યાનમારના તટો પર પહોંચશે. જેને ધ્યાનમાં રાખી અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના પ્રશાસને માછીમારો માટે એડવાઈઝરી જાહેર કરી છે. પ્રશાસને માછીમારોને 22 માર્ચ સુધી સમુદ્ર પાસે ન જવાની અપીલ કરી છે. જ્યારે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પ્રશાસને ફોરશોર સેક્ટર (પોર્ટ બ્લેયર અને આસપાસના દ્વીપો વચ્ચેની સેવાઓ)માં જહાજોની નિર્ધારિત નૌકાયન રદ્દ કરી દીધી છે અને યાત્રિઓ માટે હેલ્પલાઈન નંબર 03192-245555/232714 અને ટોલ ફ્રી નંબર- 1-1800-345-2714 જાહેર કર્યો છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગલા 24 કલાક દરમિયાન તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસની કમી આવવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગલા ત્રણ દિવસ સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રીની ગિરાવટ આવશે. દેશના બાકી ભાગોમાં તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. આઈએમડી મુજબ આજથી દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડાના સંકેત છે.

આ રાજ્યોમાં લૂની સંભાવના
ઉત્તર- પશ્ચિમ ભારત ભીષણ ગરમીના લપેટામાં આવી ગયું છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પહોંચી ચૂક્યું છે જ્યારે રાજધાની દિલ્હીનું તાપમાન પણ 36 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગે આજે પણ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લૂ ચાલવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. પરંતુ આગલા 24 કલાકમાં તાપમાનમાં ગિરાવટના સંકેત વ્યક્ત કરવામાં આવ્યા છે.

રાજસ્થાન, ગુજરાત, એમપીનું વાતાવરણ
રાજસ્થાનમાં ગરમીથી લોકોના હાલ બેહાલ છે. શનિવારે જેસલમેર, ચુરુ, બીકાનેર, બાડમેર અને પિલાની સહિત પશ્ચિમી રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમી રાજસ્થાનમાં આજે પણ ગરમી પોતાની અસર દેખાડશે અને લૂના લપેટામાં આવશે. જ્યારે 20 માર્ચે પશ્ચિમી રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લૂ ચાલશે. જો કે બંગાળની ખાડીમાં નિમ્ન દબાણને કારણે કાલથી લગભગ આખા ભારતમાં ગરમીમાં ઘટાડાનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. પરંતુ આગલા 3 દિવસ સુધી વિદર્ભના કેટલાક ભાગો અને આગલા 4 દિવસ સુધી પશ્ચિમ મધ્ય પ્રદેશમાં લૂની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ રાજ્યોમાં હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવના કારણે 20 માર્ચે વેસ્ટર્ન હિમાલયન ક્ષેત્રોમાં હળવો વરસાદ અને હીમવર્ષાનું અનુમાન છે. આની સાથે ક્યાંક ક્યાંક કરા અને વીજળી પડવાની પણ આશંકા છે. બીજી તરફ કેરળ, તમિલનાડુ, પોંડીચેરી, કર્ણાટક, આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો, રોયલસીમામાં આગલા પાંચ દિવસ સુધી હળવા વરસાદની સંભાવના છે.

અસાની તોફાનને લઈ એલર્ટ જાહેર
આઈડીએમડીએ કહ્યું કે તત્કાલિન નિમ્ન દબાણનું ક્ષેત્ર પૂર્વ- ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે. જેનું 21 માર્ચે ચક્રવાતીય તોફાનમાં બદલાવની પ્રબળ આશંકા છે જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશાઓ તરફ વધશે. જો આ ચક્રવાત તોફાનનું રૂપ લઈ લે છે તો તેનું નામ અસાની હશે. નિયમો મુજબ આ ચક્રવાતીય તોફાનનું અસાની નામ શ્રીલંકાએ આપ્યું છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા માછીમારોને સલાહ આપી છે કે આગલા બુધવારે બંગાળની ખાડીના દક્ષિણી ભાગ અને આજુબાજુના વિસ્તારો અને આગલા ગુરુવારે અને શુક્રવારે દક્ષિણ પૂર્વી બંગાળની ખાડી અને અંદામાન સાગરમાં માછલી પકડવા ના જાય.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
