For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP-RSS સાથે મિલીભગતના આરોપો પર ફેસબુકે આપી સફાઈ

અમેરિકી વર્તમાનપત્રમાં જે રીતે ફેસબુક વિશે રિપોર્ટ છપાયો છે તેેણે ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકી વર્તમાનપત્રમાં જે રીતે ફેસબુક વિશે રિપોર્ટ છપાયો છે તેેણે ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે. વર્તમાનપત્રના રિપોર્ટ અનુસાર ભારતમાં ફેસબુક અને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકર્તાઓ વચ્ચે સાંઠગાંઠ છે. રિપોર્ટ અનુસાર ભાજપ અને તેની સાથે જોડાયેલા લોકોની હેટ સ્પીચ વિશે ફેસબુક નરમ વલણ રાખે છે. વર્તમાનપત્રના આ દાવા બાદ વિપક્ષે સરકાર પર હુમલો કરવાનુ શરૂ કરી દીધુ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આ રિપોર્ટ બાદ નિશાન સાધ્યુ છે. પરંતુ વર્તમાનપત્રના રિપોર્ટને ફેસબુકે ધરમૂળથી ફગાવી દીધો છે.

ફેસબુકે આપી સફાઈ

ફેસબુકે આપી સફાઈ

ફેસબુક તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે હેટ સ્પીચને પ્રતિબંધિત કરીએ છીએ પછી ભલે તે દુનિયાના કોઈ દેશ કે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલી કેમ ન હોય. ફેસબુકના પ્રવકતાએ કહ્યુ કે ફેસબુક પર એવુ કોઈ પણ કન્ટેન્ટ કે જે હિંસાને પ્રોત્સાહન આપતા હોય, લોકો વચ્ચે નફરત ફેલાવતા હોય, અમે તેને પ્રતિબંધિત કરીએ છીએ પછી ભલે તે કોઈ પણ રાજકીય સંગઠન સાથે કેમ ન જોડાયેલા હોય. પરંતુ અમે એ વાતનો પણ અહેસાસ છે કે આ રીતના કન્ટેન્ટને વધુ મૉનિટર અને ઑડિટ કરવાની જરૂર છે. અમે તેને સુનિશ્ચિત કરવાની કોશિશ કરીએ છીએ.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે વર્તમાનપત્રના રિપોર્ટમાં ભાજપ નેતા ટી રાજાની ફેસબુક પોસ્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં ટી રાજાએ કહ્યુ હતુ કે રોહિંગ્યા મુસલમાનોને ગોળી મારી દેવી જોઈએ. મુસ્લિમોને દેશદ્રોહી ગણાવ્યા હતા અને મસ્જિદ પાડવાની પણ ધમકી આપી હતી. ટી રાજાની આ પોસ્ટનો વિરોધ ફેસબુક કર્મચારીઓએ કર્યો હતો. કર્મચારીઓનુ કહેવુ હતુ કે આ બધુ પોસ્ટ કરવુ કંપનીના નિયમો વિરુદ્ધ છે. જો કે તેમછતાં ફેસબુકના ભારતમાં બેસતા કર્મચારીઓએ આના પર કોઈ એક્શન લીધી નહોતી. ત્યારબાદ ફેસબુકની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

રાહુલ-પ્રિયંકાએ સાધ્યુ નિશાન

રાહુલ-પ્રિયંકાએ સાધ્યુ નિશાન

વર્તમાનપત્રના રિપોર્ટ બાદ રાહુલ ગાંધીએ સરકારને ઘેરીને કહ્યુ હતુ કે ભાજપ અને આરએસએસ આ બંને સંગઠન ભારતમાં ફેસબુક અને વૉટ્સએપને કંટ્રોલ કરે છે. તે આના માધ્યમથી નકલી સમાચારો અને નફરત ફેલાવે છે. સાથે જ આનો ઉપયોગ દેશના મતદારોને પ્રભાવિત કરવા માટે પણ કરવામાં આવે છે. વળી, પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે ભારતના મોટાભાગના મીડિયા ચેનલ બાદ હવે સોશિયલ મીડિયાનો વારો છે. ભાજપ નફરત અને દુષ્પ્રચાર ફેલવવા માટે દરેક પ્રકારના હથકંડા અપનાવતી હતી અને હજુ પણ કરી રહી છે. ફેસબુક જે સામાન્ય જનમાનસની અભિવ્યક્તિનુ એક સરળ માધ્યમ છે તેનો ઉપયોગ પણ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાએ ભ્રામક માહિતી અને નફરત ફેલાવવા માટે કર્યો. એટલુ જ નહિ ફેસબુક કોઈ કાર્યવાહી ન કરી શકે એટલા માટે ભાજપે ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ પર કરી જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખી શકે.

દિલ્લીઃ સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચીદિલ્લીઃ સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી

English summary
Facebook comes up with the clarification on allegation of colliding with BJP and RSS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X