ફેસબૂક ઈન્ડિયાના હેડ અજીત મોહનનું રાજીનામું, જાણો શું છે પુરો વિવાદ?
ફેસબૂક ઈન્ડિયાની માલિક કંપની મેટા ઈન્ડિયાના હેડ અજીત મોહને રાજીનામું આપ્યુ છે. મેટાએ રાજીનામાંની ઘોષણા કરતા કહ્યું કે, અજીત મોહને અચાનક તેમના પદેથી રાજીનામું આપ્યુ છે.
નવી દિલ્હી : ફેસબૂક ઈન્ડિયાની માલિક કંપની મેટા ઈન્ડિયાના હેડ અજીત મોહને રાજીનામું આપ્યુ છે. મેટાએ રાજીનામાંની ઘોષણા કરતા કહ્યું કે, અજીત મોહને અચાનક તેમના પદેથી રાજીનામું આપ્યુ છે. હવે તેમના સ્થાને મેટા ઈન્ડિયાના ડિરેક્ટર અને હેડ મનીષ ચોપરા કંપનીનો ચાર્જ સંભાળશે.

અજીત મોહનના રાજીનામાં પાછળના કારણની વાત કરીએ તો, તેઓ સ્નેપચેટ જોઈન કરવા જઈ રહ્યા છે. તેઓ સ્નેપચેટના એશિયા-પ્રશાંતના પ્રમુખની જવાબદારી સંભાળશે.
META ના ગ્લોબલ બિઝનેસ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ નિકોલા મેન્ડલસન અનુસરા, અજીત મોહને તેમના કાર્યકાળ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે છેલ્લા 4 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન અજિત મોહને ભારતમાં કંપનીની કામગીરી અને કદને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે અમે ભારત માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી પાસે તમામ કામને આગળ વધારવા માટે મજબૂત નેતૃત્વ અને ટીમ છે.
અજીત મોહન જાન્યુઆરી 2019માં ફેસબુક ઈન્ડિયામાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. તેમણે ઓક્ટોબર 2017માં રાજીનામું આપનાર ઉમંગ બેદીનું સ્થાન લીધું હતું. આ દરમિયાન અહીં કામ કરતા તેઓએ WhatsApp અને Instagram ભારતના 200 મિલિયનનો ટાર્ગેટ પાર કર્યો હતો. મેટા પહેલા મોહને સ્ટાર ઈન્ડિયાની વિડિયો સ્ટ્રીમિંગ સેવા હોટસ્ટારના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે 4 વર્ષ સુધી સેવા આપી હતી.












Click it and Unblock the Notifications
