6 કલાક ઠપ રહ્યા બાદ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામની સેવાઓ ફરી શરૂ

6 કલાક ઠપ રહ્યા બાદ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામની સેવાઓ ફરી શરૂ

દિગ્ગજ સોશિયલ મીડિયા એપ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ બાધિત થવાના કારણે દુનિયાભરના લોકોએ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સોમવારે બપોર બાદ આ એપ્સમાં કંઈક સમસ્યા આવી હોવાના કારણે સેવાઓ બાધિત થવા લાગી. 6 કલાક સુધી સેવાઓ બાધિત થયા બાદ આખરે આ સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. જો કે કયા કારણોસર એપ્સમાં સમસ્યા સર્જાઈ હતી તે અંગે હજી સુધી કંઈ ખુલાસો થયો નથી. અમુક લોકોએ આને સાઈબર અટેક ગણાવ્યો છે જ્યારે કંપની તરફથી કહેવામાં આવ્યું કે અમે સમસ્યાને સરખી કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

social media

ખુદ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઠપ થવા પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે હવે બધી જ સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. તમને લોકોને જે સમસ્યા થઈ તે બદલ મને દુખ છે. તમે લોકો અમારા પર ભરોસો કરો છો, અમારી સેવાઓ પર ભરોસો કરો છો. તેના માટે ધન્યવાદ. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ દુનિયાભરના કેટલાય દેશોમાં ડાઉન હતું, જેના કારણે લોકો મેસેજ નહોતા મોકલી શકતા.

અમુક લોકોએ જણાવ્યું કે આ ડીએનએસ એટલે કે ડોમેન નેમ સિસ્ટમની સમસ્યા હતી. જણાવી દઈએ કે જ્યારે કોઈ વેબસાઈટ ખોલવામાં આવે છે તો તેને કોમ્પ્યૂટરમાં ડીએનએસ કહીએ છીએ. વેબસાઈટની આઈપી શું છે તે બ્રાઉઝર જણાવે છે. એવામાં જ્યારે કોઈ વેબસાઈટનો આઈપી એડ્રેસ મટી જાય છે તો બ્રાઉઝર તેને ખોલી ના શકે. ડેટાબેસથી ડીએનએસ મટી જાય છે અને કોમ્પ્યૂટર આ સમજી નથી શકતું કે ફેસબુક, ટ્વિટર શું છે અને તેને ખોલી નથી શકતું. રિપોર્ટ મુજબ ફેસબુક, ઈન્સ્ટા અને વોટ્સએપમાં આ સમસ્યા આંતરિક સમસ્યાઓને કારણે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X