For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશ્લીલ ગણાવી ફેસબુકમાંથી હટાવી જૈન મુનિની તસવીર

|
Google Oneindia Gujarati News

રાયપૂર, 26 જૂન : જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મના મુનિઓ નિર્વસ્ત્ર રહે છે, જેની પાછળ ધાર્મિક સંકલ્પ અને આસ્થા જોડાયેલી છે. પરંતુ આ વાત ફેસબુકને આ વાત હજમ ના આવી અને તેણે જૈન મુનિની તસવીરને અશ્લીલ ગણાવી એકાઉન્ટમાંથી હટાવી દીધી. ફેસબુક આવી ભૂલ આ પહેલા પણ કરી ચૂક્યો છે. આ પહેલા અસમના એક સૂતિયા સમાજનું એકાઉન્ટ અશ્લીલ ગણાવી ડિલીટ કરી દેવાયું હતું.

ફેસબુકના આ કૃત્યથી છત્તીસગઢનો જૈન સમાજ ખૂબ નારાજ છે. ફેસબુકે જૈનોનાના દિગંબર પંથી મુનિની તસવીરોને અશ્લીલ ગણાવી પહેલા તેના એકાઉન્ટ હોલ્ડરને ચેતવણી મોકલી. બાદમાં એ તસવીરને ડિલીટ કરી દીધી. એટલું જ નહીં અપલોડ કરનાર એકાઉન્ટને બ્લોક કરવાની ચેતવણી પણ આપી છે. ફેસબુકની આ કાર્યવાહી અને ટિપ્પણીથી છત્તીસગઢનો જૈન સમાજ ભારે નારાજ છે. સમાજના પદાધિકારીઓએ ફેસબુકની કાર્યવાહીને નિંદનીય ગણાવતા તેની પર ગંભીર આપત્તિ વ્યક્ત કરી છે.

રાયપૂરના જશપૂરના કુનકુરી રહેવાસી અંશુલ રારાએ 17 જૂનના રોજ મુનિ પુણ્યનંદીજીના ત્રણ ફોટા પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી અપલોડ કર્યા. ફોટો અપલોડ કર્યાના થોડા સમય બાદ જ ફેસબુક ટીમે અંશુલને એક નોટીસ મોકલી, જેમાં મુનિના ફોટા અશ્લીલ અને વાંધાજનક ગણાવી તેને પોતાના એકાઉન્ટમાંથી હટાવી લેવા માટે જણાવ્યું. ફેસબુકે તેનું એકાઉન્ટ 48 કલાક માટે સસ્પેન્ડ પણ કરી દીધું અને ભવિષ્યમાં આવા ફોટા લોડ કરવા પર એકાઉન્ટને હંમેશ માટે બ્લોક કરવાની ચેતવણી પણ આપી. આ અંગેની જાણકારી અંશુલે તેના સમાજના લોકોને પણ આપી.

jain muni
અંશુલે ફેસબુકને આ અંગે મેઇલ કર્યો છે અને જણાવ્યું છે કે ઉગાડું શરીર અને મોરપીંછ એ જૈન ધર્મના દિગમ્બર પંથના મુનિઓની ઓળખ છે. જેને અશ્લીલ ગણાવીને ફેસબુકે તેમના સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે માટે તેમની માફી માગી તેમને આ તસવીર ફરી અપલોડ કરવા માટે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ બે વર્ષ પહેલા ફેસબુકે આસામના સાંસ્કૃતિક સંગઠન સાથે જોડાયેલ વિદ્યાર્થી સંગઠન સૂતિયાનું એકાઉન્ટ માત્ર એટલા માટે ડિલીટ કરી નાખ્યું કારણ કે અંગ્રેજીમાં સૂતિયાની સ્પેલિંગ અશ્લીલ શબ્દ સાથે મળે છે. ખરેખરમાં અંગ્રેજીમાં સૂતિયા કમ્યુનિટીને 'Chutiya community' લખવામાં આવે છે.

English summary
Social networking site Facebook has removed Jain muni photo from the account as it counted as vulgar picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X