For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Facebook : નવા સ્ટિકર્સને ટ્રાય કરો, જૂના ઇમોટિકોન્સને બાય કહો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ : ફેસબુક પર ચેટિંગ અને મેસેજિંગ દરમિયાન અત્યાર સુધી આપણે ઇમોટિકોન્સ એટલે કે સ્માઇલીઝનો ભરપૂર ઉપયોગ કરતા હતા. જોકે હવે આ સ્માઇલીઝ જૂની થઇ ગઇ છે. હવે ફેસબુક આપના માટે એકદમ નવો અનુભલ લઇને આવ્યું છે. આ નવા આઇકોન્સને સ્ટિકર્સ નામ આપવામાં આવ્યું છે. હવે તમે સ્માઇલીને સ્થાને સ્ટિકર્સનો ઉપયોગ કરીને તમારા મેસેજિંગ કે ચેટિંગને વધારે મજેદાર અને શરારતી બનાવી શકો છો.

આ સ્ટિકર્સ ઘણા સમય પહેલા જ ફેસબુક આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ્સ પર રજૂ કરી દેવામાં આવ્યા હતા. હવે ફેસબુક તેને ડેસ્કટોપ એડિશન માટે રજૂ કરી રહ્યું છે. આ સ્ટિકર્સ મેળવવા માટે ફેસબુક પર મેસેજ કે ચેટ બોક્સ ખોલવાનું રહેશે. ત્યાં સ્માઇલીના આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઉપર એક વિન્ડો ખુલશે. તેમાં ઉપરના જમણા ખૂણે એક બાસ્કેટ છે.

facebook-stickers

આ બાસ્કેટ પર ક્લિક કરવાથી સ્ટિકર સ્ટોર ખુલી જશે. હાલમાં આ સ્ટિકર સ્ટોરમાં 15 કેટેગરીના સ્ટિકર્સ છે. દરેક કેટેગરીમાં અનેક સ્ટિકર્સ છે. આ તમામ સ્ટિકર્સ ફ્રી છે. પ્રિવ્યૂ પર ક્લિક કરીને તમે તેને મોટા કરીને જોઇ શકશો. ત્યાર બાદ ફ્રી પર ક્લિક કરતાની સાથે જ તે તમારા ચેટ કે મેસેજિંગ માટે એડ થઇ જશે.

આટલું કર્યા બાદ હવે જ્યારે પણ તમે ચેટ કે મેસેજ માટે બોક્સ ખોલશો અને સ્માઇલી પર ક્લિક કરશો ત્યારે આ સ્ટિકર્સ પણ ત્યાં દેખાશે. સ્માઇલીની જેમ તેની પર ક્લિક કરીને તમે તેનો ઉપયોગ કરી શકશો.

English summary
Facebook : Welcome to stickers, bye to emoticons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X