For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FACT CHECK: શું સેનાના જવાને અસમમાં મહિલા પ્રદર્શનકારીના કપડાં ખેંચ્યા? જાણો ફોટાનુ સત્ય

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાનો એક જવાન નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલી એક મહિલા પ્રદર્શનકારીના કપડાં ખેંચી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા વિશે દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. દિલ્લીના શાહીન બાગમાં જ્યાં છેલ્લા લગભગ 20 દિવસોથી પ્રદર્શનકારી આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કેરળ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પણ નાગરિકતા સુધારા કાયદાના સામે પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાનો એક જવાન નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલી એક મહિલા પ્રદર્શનકારીના કપડાં ખેંચી રહ્યો છે. આવો જાણીએ કે શું છે આ ફોટાની સચ્ચાઈ?

ફોટામાં કરવામાં આવી રહ્યો છે આ દાવો

ફોટામાં કરવામાં આવી રહ્યો છે આ દાવો

સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં સેનાનો ગણવેશ પહેરેલ એક વ્યક્તિ એક મહિલા પ્રદર્શનકારીનુ ટૉપ ખેંચી રહ્યો છે. આ ફોટા વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં જોવા મળી રહેલ વ્યક્તિ ભારતીય સેનાનો જવાન છે અને તે મહિલા અસમમાં નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહી છે. ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ છે, ‘આજે #આસામમાં આ હાલત છે તો કાલે યુપી અને દિલ્લીમાં જરૂર દેખાશે. દિલ્લીમાં તો દેશભરના ખૂણેખૂણેથી આવે લોકો વસ્યા છે, તે ક્યાંથી પોતાના કાગળો બતાવશે!'

શું છે આ ફોટાનુ સત્ય

શું છે આ ફોટાનુ સત્ય

જો કે હવે આ ફોટાની તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યુ કે આ દાવો નકલી છે. ફેસબુક પર આ ફોટાને પિંકુ ગિરી નામના વ્યક્તિએ શેર કર્યો છે. રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા જ્યારે આ ફોટાને ચેક કરવામાં આવ્યો તો માલુમ પડ્યુ કે આ ફોટો નાગરિકતા સુધારા કાયદાના વિરોધ પ્રદર્શનની નથી. આ ફોટાને 2018માં ન્યૂઝ એજન્સી રૉયટર્સે શેર કર્યો હતો. રૉયટર્સના જણાવ્યા મુજબ આ ફોટો 24 માર્ચ, 2018નો છે જ્યારે નેપાળા કાઠમાંડુમાં સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની બિલ્ડિંગ સામે પોલિસ અધિકારીઓ અને તિબેટિયન પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ રહી હતી.

આ પણ વાંચોઃ દિશા પટાની-આદિત્ય રૉય કપૂર સાથે ‘મલંગ'નુ નવુ પોસ્ટર રિલીઝ, એકદમ હૉટઆ પણ વાંચોઃ દિશા પટાની-આદિત્ય રૉય કપૂર સાથે ‘મલંગ'નુ નવુ પોસ્ટર રિલીઝ, એકદમ હૉટ

વિરોધ વચ્ચે સરકારે કહ્યુ, રાજ્યોએ કાયદો કરવો પડશે લાગુ

વિરોધ વચ્ચે સરકારે કહ્યુ, રાજ્યોએ કાયદો કરવો પડશે લાગુ

તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા કાયદા વિશે સતત વિરોધ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળ અને કેરળ ઉપરાંત કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓએ કહ્યુ છે કે તે પોતાના રાજ્યમાં નાગરિકતા સુધારા કાયદો લાગુ નહિ કરે. કેરળમાં મંગળવારે વિધાનસભાની અંદર નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. જો કે સરકારે કહ્યુ છે કે આ કાયદો સંસદમાં પાસ થયો છે માટે આ બધા રાજ્યોએ લાગુ કરવો જ પડશે. કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાળે આ વિશે નિવેદન આપીને કહ્યુ કે, ‘જો કોઈ સરકાર કહેતી હોય કે તે આ કાયદાને પોતાના રાજ્યમાં લાગુ નહિ કરે તો આ બંધારણની વિરુદ્ધ છે, ભલે તે પશ્ચિમ બંગાળ સરકાર હોય, કેરળ, રાજસ્થાન કે પછી મધ્ય પ્રદેશ સરકાર હોય. આ સંસદમાં પાસ થયેલો કાયદો છે. રાજ્યોએ આનુ પાલન કરવુ પડશે. આ કાયદો દેશના હિતમાં છે.'

English summary
Fact Check: Did Army Personnel Pull Clothes Of Women Protestors In Assam, Know Truth Of Viral Picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X