Fact Check: દિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખ કે અનુરાગ મિશ્રા, જાણો હકીકત
Fact Check: દિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખ કે અનુરાગ મિશ્રા, જાણો હકીકત
નવી દિલ્હીઃ દિલ્હીના ઝાફરાબાદમાં પિસ્તોલ લહેરાવનાર વ્યક્તિ કોણ હતો, એ કોણ હતો જેણે સૌથી પહેલા દિલ્હીની શાંતિ ડહોળી દીધી હતી. તેનું નામ શાહરુખ હતું કે પછી અનુરાગ મિશ્રા? સોશિયલ મીડિયા ર વાયરલ દાવા પરથી આ સવાલ ઉઠી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 24 ફેબ્રુઆરીએ દિલ્હીના ઝાફરાબાદમાં પિસ્તોલ લહેરાવનાર એક એક્ટર છે, જેનું નામ અનુરાગ મિશ્રા છે, તો આ દાવામાં કેટલો દમ છે, આવો વાયરલ ટેસ્ટમાં જાણીએ...

પ્રોપેગેંડા અંતર્ગત આને શાહરુખ બોલીને રજૂ કરવામાં આવી રહ્યો છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં કહેવાઈ રહ્યું છે કે યુવનું નામ અનુરાગ મિશ્રા છે, પરંતુ તેને શાહરુખ બોલી રજૂ કરવામાં આવી રહ્યો છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું આ ગોળી ચલાવનાર શખ્સને કાલથી મીડિયા જેને શાહરુખ નામ ગણાવી રહી હતી તેની ઓળખ અનુરાગ મિશ્રાના રૂપમાં થઈ છે. અનુરાગ મિશ્રા એક્ટર છે. જે બાદથી એક્ટર અનુરાગ મિશ્રાની મુશ્કેલી વધી ગઈ છે. અનુરાગ મિશ્રા આ દિવસોમાં વારાણસીમાં છે અને પોલીસથી પોતાની સુરક્ષાની ગુહાર લગાવી રહી છે. જણાવી દઈએ કે જ્યારે પોલીસ પર પિસ્તોલ લહેરાવી શાહરુખની તસવીર વાયરલ થઈ તો કેટલાય લોકોએ અનુરાગ મિશ્રા સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો.

અનુરાગે થાણે જઈ પોલીસે જાણકારી આપી
અનુરાગ મિશ્રા ગુરુવારે સિગરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને આવેદન આપતા જણાવ્યું કે ફિલ્મ ફેસ્ટિવલના સિલસિલામાં 19 ફેબ્રુઆરીથી જ તે ત્યાંની હોટલમાં રોકાયા છે. દોસ્તોથી જાણકારી મળી કે અનુરાગ ડી મિશ્રાના નામે એક ફેસબુક આઈડી બનાવવામાં આવી છે. તેમના અકાઉન્ટી તસવીરો એડિટ કરી સોશિયલ મીડિયા પર દિલ્હીમાં દંગા દરમિયાન ફાયરિંગ કરતા યુવકવાળી તસવીર સાથે વાયરલ કરવામાં આવી રહી છે. લોકો પોસ્ટ તપાસ્યા વિના આગળ વધારી રહ્યા છે અને કહી રહ્યા છે કે દલિ્હી દંગામાં ફાયરિંગ કરવા અને હિંસા ફેલાવવાના આરોપીની ઓળખ અનુરાગ મિશ્રાના રૂપમાં થઈ છે. અનુરાગે અનહોનીની આશંકા જતાવતા પોલીસ પાસે સુરક્ષાની ગુહાર લગાવી. પોલીસે તપાસ કરી કાર્યવાહીનુ આશ્વાસન આપ્યું છે.

ગોળી ચલાવનાર શખ્સ અનુરાહ નહિ, બલકે શાહરુખ જ છે
હકીકત સામે આવી છે કે દિલ્હીના ઝાફરાબાદમાં હિંસા દરમિયાન ગોળી ચલાવનાર શખ્સ અનુરાગ મિશ્રા નહિ બલકે શાહરુખ જ છે, જેની પોલીસ હજી પણ તલાસ કરી રહી છે. જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન કાનૂનને લઈ દિલ્હી હિંસામા બે સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી. નોર્થ ઈસ્ટ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં રવિવાર, સોમવાર અને મંગળવારે હિંસામાં 42 લોકોના જીવ ચાલ્યા ગયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસામાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ અને એક આઈબી અધિકારી અંકિત શર્માનો પણ જીવ ચાલ્યો ગયો છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
