For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું દીવા અને મિણબત્તીથી ગરમીથી ખતમ થશે કોરોના વાયરસ? જાણો સત્ય

પીએમ મોદીના આ સંદેશ બાદ હવે સોશિયલ મીડિયા પર વિચિત્ર દાવા થવા લાગ્યા છે. જાણો તેનુ સત્ય.

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લૉકડાઉન વચ્ચે કાલે એટલે કે રવિવારે રાતે 9 વાગે દેશવાસીઓને દીવા, મિણબત્તી અને મોબાઈલની ફ્લેશલાઈટ ચલાવવાની અપીલ કરી છે. પીએમ મોદીના આ સંદેશ બાદ હવે સોશિયલ મીડિયા પર વિચિત્ર દાવા થવા લાગ્યા છે. વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે કે દીવો અને મિણબત્તી કર્યા બાદ તેમાંથી પેદા થતી ગરમીથી કોરોના વાયરસ ખતમ થઈ જશે.

ભારત સરકારે કર્યુ ખંડન

ભારત સરકારે કર્યુ ખંડન

તમને જણાવી દઈએ કે ભારત સરકારે આવા બધા દાવાઓનુ ખંડન કરીને કહ્યુ કે લોકો અફવાઓ અને અવૈજ્ઞાનિક તર્કો પર ભરોસો ન કરે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 2500થી પણ વધુ થઈ ગયા છે. વળી, આ મહામારીથી દેશમાં કુલ 69 લોકોના જીવ જઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર અમુક અસામાજિક તત્વો તેમના ડરનો લાભ લઈને ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે.

પીએમ મોદીએ વીડિયોમાં આપ્યો હતો સંદેશ

પીએમ મોદીએ વીડિયોમાં આપ્યો હતો સંદેશ

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શુક્રવારે એક વીડિયો સંદેશ જારી કરીને લોકોને અપીલ કરતા કહ્યુ હતુ કે પીએમ મોદીએ લોકોને અપીલ કરી, 'આ રવિવારે 5 એપ્રિલને બધાએ મળીને, કોરોનાના સંકટને અંધકારને પડકારવાનો છે, તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 દેશવાસીઓની મહશક્તિનુ જાગરણ કરવાનુ છે. ઘરની બધી લાઈટો બંધ કરીને, ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઉભારહીને 9 મિનિટ માટે મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ કરો. અને એ વખતે જો ઘરની બધી લાઈટો બંધ કરશો, ચારે તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો કરશે, ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અહેસાસ થશે, જેમાં એક જ હેતુથી આપણે બધા લડી રહ્યા છે, તે દેખાશે.'

ભારત સરકારે કરી આ અપીલ

ભારત સરકારે કરી આ અપીલ

પીએમના આ સંદેશ બાદથી સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવવા લાગ્યા કે રવિવારે રાતે 9 વાગે એક સાથે કરોડો દીવા અને મિણબત્તી કરવાથી તેમાંથી નીકળતી ગરમીથી કોરોના વાયરસ ખતમ થઈ જશે. વાયરલ થઈ રહેલા મેસેજમાં લોકોને આ સંદેશ આગળ શેર કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. જો કે ભારત સરકારે આવા કોઈ પણ દાવાને સંપૂર્ણપણે નકારીને તેને ખોટો ગણાવ્યો છે. અને લોકોને અપીલ કરી છે કે કોરોના સંકટની ઘડીમાં આવી અફવાઓથી બચે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોનાથી 10મુ મોત, 10 નવા પૉઝિટીવ કેસ, દર્દીઓની સંખ્યા 100ને પારઆ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોનાથી 10મુ મોત, 10 નવા પૉઝિટીવ કેસ, દર્દીઓની સંખ્યા 100ને પાર

English summary
Fact Check Will the corona virus be eradicated by the heat generated by lamps and candles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X