મુસ્લિમ સમુદાય સુધી પહોંચવામાં ખામી રહી હશેઃ રાજનાથ સિંહ
રાંચી, 2 એપ્રિલઃ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે મંગળવારે કહ્યું કે વિપક્ષ દ્વારા તેમની પાર્ટીને સાંપ્રદાયિક ગણાવવામાં આવતા તેમને દુઃખ થાય છે, સાથે જ તેમણે માન્યુ કે મુસ્લિમ સમુદાય સુધી પહોંચવામાં તેમના તરફથી કેટલીક ખામી રહી ગઇ હશે.

ભાજપ અધ્યક્ષે કહ્યુંકે, અમે વસુધૈવ કુટુમ્બકમની ધારણામાં વિશ્વાસ રાખીએ છીએ. હું સ્વીકારું છું કે મુસ્લિમ સમુદાય સુધી પહોંચવામાં અમારાથી કદાચ કેટલીક ખામીઓ રહી ગઇ હશે. રાજનાથે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે આ પાર્ટી પોતાના શાસનકાળમાં ષડયંત્રો હેઠળ મુસ્લિમ સમુદાયોને શિક્ષા સુવિધાથી વંચિત રાખ્યાં છે.
રાજનાથે કહ્યું કે, એ અટલ બિહારી વાજયાપી જ હતા કે જેમણે મુસ્લિમો માટે હજ સુવિધા શરૂ કરી હતી.












Click it and Unblock the Notifications
