For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fake news: બોની કપૂર વિષે ચાલતી આ ખબરથી બચીને રહેજો

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી ની મૌતના મામલે દુબઇ પોલીસે બોની કપૂર ને ઘણા સવાલો પૂછ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી ની મૌતના મામલે દુબઇ પોલીસે બોની કપૂર ને ઘણા સવાલો પૂછ્યા. ગલ્ફ ન્યુઝ ઘ્વારા સોમવારે ખબર આવી હતી કે બોની કપૂરની સાઢા ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર બોની કપૂર સાથે પૂછતાછ હજુ પુરી થયી નથી. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી તેમને પરમિશન નહીં આપે ત્યાં સુધી તેઓ દુબઇ છોડી શકશે નહીં. જો કે આ મામલે હવે સ્પષ્ટતા આવી છે કે આ ખબર ખોટી હતી. ચોક્કસથી આ મામલે ત્યાંની પોલીસે બોની કપૂરની પુછપરછ કરી હતી. પણ હવે આ મામલે તેમને સંતોષકારક જવાબ મળતા. તેમને બોની કપૂરને પણ મુંબઇ જવા દીધા છે. જો કે આ પહેલા પીટીઆઈ ઘ્વારા પણ ખબર આવી રહી છે કે શ્રીદેવી ની મૌત કેસ મામલે સંદીપ મારવાહના પરિવાર સાથે પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. સંદીપ મારવાહ શ્રીદેવી ના સંબંધમાં આવે છે અને તેમના જ દીકરા મોહિત મારવાહ ના લગ્નમાં હાજરી આપવા માટે તેઓ દુબઇ આવ્યા હતા.

હોટેલના સીસીટીવી ચેક કરી રહી પોલીસ

હોટેલના સીસીટીવી ચેક કરી રહી પોલીસ

આ પહેલા દુબઇ પોલીસે શ્રીદેવી મોત મામલો સોમવારે સરકારી વકીલને સોંપ્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતું એ સરકારી વકીલ આગળની પ્રક્રિયા પુરી કરશે. સરકારી વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો જરૂર લાગી તો તપાસ આગળ પણ ચાલુ રહેશે. હવે ખબર આવી રહી છે કે પોલીસ હોટેલ સ્ટાફની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી કેમેરા પણ ચેક કરી રહી છે.

બોની કપૂરે શ્રીદેવી ના મૌતની સૂચના આપી

બોની કપૂરે શ્રીદેવી ના મૌતની સૂચના આપી

બોની કપૂરે જ શ્રીદેવી ના મૌતની સૂચના દુબઇ પોલીસના ચાર વરિષ્ટ અધિકારીઓને આપી હતી. જ્યાર પછી દુબઇ પોલીસે બોની કપૂરનું નિવેદન નોંધ્યું હતું. જો કે બીજી તરફ ઘણા મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે આખી પ્રક્રિયા સાઢા ત્રણ કલાક સુધી ચાલી હતી. ખલીઝ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર જે સમયે શ્રીદેવી નું મૃત્યુ થયું તે સમયે બોની કપૂર રૂમમાં હાજર હતા.

આવી પણ ખબરો ચર્ચાનું કેન્દ્ર બની હતી

આવી પણ ખબરો ચર્ચાનું કેન્દ્ર બની હતી

પરંતુ એક અન્ય રિપોર્ટમાં દાવો કર્યો છે કે શ્રીદેવીની મૌત સમયે બોની કપૂર ત્યારે હતા જ નહીં. રિપોર્ટ અનુસાર શ્રીદેવી રૂમમાં એકલી હતી. તેમને રાત્રે લગભગ 10.30 વાગ્યે રૂમ સર્વિસને ફોન કરી પાણી મંગાવ્યું. જયારે 15 મિનિટ પછી વેટર પાણી લઈને આવ્યો ત્યારે ઘણીવાર બેલ વગાડવા પછી પણ રૂમનો દરવાજો ખુલ્યો નહીં. શ્રીદેવી એ દરવાજો ખોલ્યો નહીં એટલે વેટરને ચિંતા થયી અને તેને એલાર્મ વગાડ્યો. એલાર્મ સાંભળીને સ્ટાફે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે શ્રીદેવી જમીન પર પડી હતી.

English summary
Boney Kapoor asked not leave dubai till clearance is issued from the dubai public prosection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X