For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmer Protest: ટેક્ટર રેલી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Farmer Protest: ટેક્ટર રેલી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

|
Google Oneindia Gujarati News

પાછલા 54 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. કાલે સરકાર અને ખેડૂતો વચ્ચે દશમા રાઉન્ડની વાતચીત થનાર છે પરંતુ તેની પહેલાં આજે સુપ્રીમ કોર્ટ દિલ્હી પોલીસની અરજી પર સુનાવણી કરશે. દિલ્હી પોલીસે પોતાની અરજીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ પર રોક લગાવવા કહ્યું છે. જ્યારે ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધું કે જ્યાં સુધી તેમની માંગ પૂરી નહિ થાય, તેઓ પરત નહિ જાય અને તેમણે ટ્રેક્ટર રેલીનો પણ પ્લાન બનાવી લીધો છે.

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતે રવિવારે કહ્યું કે ખેડૂતો કેન્દ્રના નવા કૃષિ નિયમોની વિરુદ્ધ મે 2024 સુધી પ્રદર્શન કરવા માટે તૈયાર છે અને દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલ ખેડૂતોનું આંદોલન 'વૈચારિક ક્રાંતિ' છે. નાગપુરમાં સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં ટિકૈતે કહ્યું કે તેઓ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાનૂની ગેરન્ટી ઈચ્છે છે. અમે સુપ્રીમ કોર્ટ નહોતા ગયા, માટે અમે સુપ્રીમ કોર્ટે બનાવેલી કમિટી સામે પણ હાજર નહિ થઈએ, સરકારે અમારી વાત માનવી પડશે.

ગણતંત્ર દિવસ પર ખેડૂતો રેલી કાઢશે

ગણતંત્ર દિવસ પર ખેડૂતો રેલી કાઢશે

સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવે રવિવારે કહ્યું કે ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢશે. આ દરમ્યાન તમામ ટ્રેક્ટરો પર તિરંગો લાગેલો હશે. સાથે જ તે આઉટર રિંગ રોડ પર માર્ચ કરશે. જેને લઈ હજારો ટ્રેક્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. યોગેન્દ્ર યાદવે સ્પષ્ટ કર્યું કે આ રેલી રાજપથથી બહુ દૂર થશે, એવામાં સત્તાવાર ગણતંત્ર દિવસ સમારોહમાં કોઈ અવ્યવસ્થા ઉભી નહિ થાય. અગાઉ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગણતંત્ર દિવસનું સન્માન કરે છે, આ કારણે સમારોહમાં કોઈપણ પ્રકારની અડચણ નહિ નાખે.

ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતો પર નિશાન સાધ્યું

ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતો પર નિશાન સાધ્યું

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બાગલકોટમાં નવા કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા છે અને કોંગ્રેસ પર ભારે હુમલો બોલતાં કહ્યું કે ખેડૂતોના પક્ષમાં વાત કરી રહ્યા છે હું એવા કોંગ્રેસી નેતાઓને પૂછવા માંગું છું કે, તમે ખેડૂતોને 6000 રૂપિયા પ્રતિ વર્ષ કેમ ના આપ્યા. આ ઉપરાંત જ્યારે તમે સત્તામાં હતા તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોના અથવા સંશોધિત ઈથેનોલ નીતિ કેમ ના બનાવી? તમારો ઈરાદો ખેડૂતોની ભલાઈનો કેમ નહોતો.

કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?

English summary
Farmer Protest: Supreme Court hearing on tractor rally today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X