For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર અને ખેડૂતો વચ્ચે 5માં દોરની બેઠક પરિણામહિન, હવે 9 ડિસેમ્બરે થશે વાતચીત

કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે આજે(5 ડિસેમ્બર, 2020) પાંચમાં દોરની બેઠક સમાપ્ત થઈ. જાણો શું આવ્યુ તેનુ પરિણામ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે આજે(5 ડિસેમ્બર, 2020) પાંચમાં દોરની બેઠક થઈ. કૃષિ કાયદા સામે ચાલી રહેલ આંદોલન દરમિયાન શનિવારે થયેલી બેઠકમાં ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યા. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠક હવે સમાપ્ત થઈ ગઈ છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે આગલા દોરની વાતચીત 9 ડિસેમ્બર, 2020એ થશે. દિલ્લીના વિજ્ઞાન ભવનમાં થયેલી આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ખેડૂત નેતાઓ સાથે બેઠકમાં હાજર રહ્યા. શનિવારે થયેલી 5માં દોરની બેઠકમાં કોઈ નિર્ણય થઈ શક્યો નહિ.

kisan

5માં દોરની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને અનુરોધ કર્યો કે તે આંદોલનમાં શામેલ વરિષ્ઠ નાગરિકો અને બાળકોને ઘરે મોકલી દે. ખેડૂતોએ નરેન્દ્ર સિંહ તોમરની અપીલને ઠુકરાવી દીધી અને કહ્યુ કે તે અમારી પાસે એક વર્ષ માટેની સામગ્રી છે. અમે છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર છીએ અને સરકાર ઈચ્છે તો અમે આગળ પણ રસ્તા પર જ રહીશુ. અમને કોઈ વાંધો નથી. અમે હિંસાનો રસ્તો નહિ અપનાવીએ. તમારુ ઈન્ટેલીજન્સ બ્યૂરો તમને માહિતી આપતુ રહેશે કે અમે વિરોધ સ્થળ પર શું કરી રહ્યા છે. અમે કૉર્પોરેટ ફાર્મિંગ નથી ઈચ્છતા. આ કાયદાથી સરકારને ફાયદો થશે, ખેડૂતોને નહિ.

મીટિંગ પૂરી થયા બાદ એક ખેડૂત નેતાએ કહ્યુ કે સરકારે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. 9 ડિસેમ્બરે સરકાર અમને પ્રપોઝલ મોકલશે, તેના પર વિચાર કર્યા બાદ બેઠક થષે. 8 તારીખે ભારત બંધ જરૂર થશે. આ કાયદા જરૂર રદ થશે. એક અન્ય ખેડૂત યુનિયન નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે સરકાર એક ડ્રાફ્ટ તૈયાર કરશે અને અમને આપશે. તેમણે કહ્યુ કે તે રાજ્યોની પણ સલાહ લેશે. MSP પર પણ ચર્ચાઓ થઈ પરંતુ અમે કહ્યુ કે આપણે કાયદાઓને પણ અપનાવવા જોઈએ અને તેની ભૂમિકા વિશે વાત કરવી જોઈએ. ભારત બંધ(8 ડિસેમ્બરે) ઘોષિત કરવામાં આવશે.

જો આ શરત ના માની તો ડિલીટ કરવુ પડશે તમારુ વૉટ્સએપ અકાઉન્ટજો આ શરત ના માની તો ડિલીટ કરવુ પડશે તમારુ વૉટ્સએપ અકાઉન્ટ

English summary
Farmers and government 5th round meeting also inconclusive, now talks will be held on December 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X