હરિયાણામાં MSP ની માંગ સાથે ખેડૂતો રસ્તા પર, ખેડૂત નેતાઓને છોડવાની પણ માંગ
ખેડૂત વિરોધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને હરિયાણાની બીજેપી સરકાર સામે હવે હરિયાણાના ખેડૂતોએ મોરચો ખોલ્યો છે. 0એક પછી એક ખેડૂત વિરોધી નિર્ણયો લેવા માટે જાણીતી બીજેપી સરકાર સામે હવે ખેડૂતો MSP ની માંગ કરી રહ્યા છે.
હરિયાણામાં MSPને લઈને સતત વિવાદ વધી રહ્યો છે. સુરજમુખીના લઘુત્તમ ટેકાના ભાવને લઈને કુરુક્ષેત્રમાં ફરી એકવાર ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. આ મહા પંચાયતમાં ખેડૂતોએ સરકારને બે વાગ્યા સુધીમાં આવીને વાત કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

ખેડૂતોના આ અલ્ટિમેટમ પર કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોએ પીપલીમાં દિલ્હી-ચંદીગઢ-અમૃતસર હાઈવે બ્લોક કરી દીધો છે. હરિયાણા ઉપરાંત રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને યુપીના હજારો ખેડૂતો આ મહાપંચાયતમાં પહોંચ્યા છે.
ખેડૂતો સુરજમુખીના ટેકાના ભાવ ઉપરાંત ખેડૂત નેતા ગુરનામ ચઢુની અને અન્ય નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. મહાપંચાયતને સંબોધન કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે એમએસપી કાયદો લાગુ કરવો જોઈએ અને સૂર્યમુખી પર એમએસપીની માંગ કરી રહેલા ખેડૂત નેતાઓને મુક્ત કરવા જોઈએ. આ બાબતે કોઈ બાંધછોડ નહીં કરાય.












Click it and Unblock the Notifications
