લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધી
લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યાઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી એકવાર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. બુધવારે પ્રિયંકા ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે પહેલાં તો અહીં લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યા છે અને હવે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એક સમાચારની લિન્ક ટ્વીટ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સહારનપુર જિલ્લામાં વીજળી વિભાગ અને પોલીસના ઉત્પીડનથી પરેશાન થઈ એક ખેડૂ પુત્રએ ઝેર ગટગટાવી કથિત રીતે આપઘાત કરી લીધો. ઘટના બાદ રસ્તા જામ કરી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું, 'ઉત્તર પ્રદે ભાજપે ખેડૂત હિતની વાત માત્ર જાહેરાતોમાં કરી છે અને તે બિલબોર્ડ સુધી સીમિત કરી રાખી છે. ખેડૂતોને તેમના પૈસાનું ભુગતાન નથી થઈ રહયું. સરખી રીતે વીજળી તો આવતી નથી પરંતુ તેમના વીજળીના બિલ વધારી દેવામાં આવ્યાં છે. લોન માફીના નામ પર ઠગવામાં આવ્યા છે, અને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે.' અગાઉ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિને લઈને કહ્યું હતું કે પ્રદેશ સરકારનો અપરાધ પર કોઈ નિયંત્રણ નથી.

લોન માફીના નામે ખેડૂતોને ઠગવામાં આવ્યા
પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'તમે ઉત્તર પ્રદેશ ભાજપ સરકારના દાવા અને તેમની હકીકતનું મિલાન કરીને જુઓ. ભાજપ સરકાર દરરોજ અપરાધમુક્ત કરવાનો ઢોલ પીટી રહી છે જ્યારે સચ્ચાઈ છે કે 22 દિવસમાં 12 ગોલીકાંડ, 4 હત્યા. મહિલાઓ પર અત્યાચાર. રાજ્યમાં અત્યાચાર પર સરકારનો કોઈ કાબૂ નથી.'

આત્મહત્યા પર દુખ વ્યક્ત કર્યું
અગાઉ થોડા દિવસો પહેલા તેમણે ટ્વીટ કરીને મૈનપુરીના જવાહર નવોદય વિદ્યાલયમાં ઘટીત ઘટના પર દુઃખ જતાવ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મૈનપુરી જવાહર નવોદય વિદ્યાલયની આ ઘટના બહુ જ દુખદ છે. યુવાનો પ્રત્યે આપણે સંવેદનશીલ થવું જોઈએ. નવોદય વિદ્યાલયોમાં આવા પ્રકારની ઘટનાઓ વધી રહી છે. સજાગ થઈ અમારે આનો હલ કાઢવો પડશે.' જણાવી દઈએ કે મૈનપુરીના જવાહર નવોદય વિદ્યાલયમાં 16 વર્ષની એક વિદ્યાર્થિનીએ થોડા દિવસ પહેલા જ ફાંસી લગાવી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
