કિસાનો ચુનાવી બોન્ડ નથી આપતા તો કેમ ન માંગે ટેકાના ભાવ? રાહુલ ગાંધીના બીજેપી પર પ્રહાર
તમામ મોરચે ભ્રષ્ટ સાબિત થઈ રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતા ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણિય ગણાવ્યા છે. હવે આ મુદ્દે રાહુલ ગાંધીએ બીજેપીને આડેહાથ લીધી છે.
મોદી સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, ખેડૂતોએ તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની માંગ કરવી જોઈએ, કારણ કે તેઓ ચૂંટણી બોન્ડ આપતા નથી.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, હું દેશને વેચવા નહીં દઉંનું સૂત્ર આપનાર નરેન્દ્ર મોદી ચૂંટણી દાન માટે દેશની દરેક સંપત્તિ વેચવા તૈયાર છે... પરંતુ ખેડૂતોને તેમના પાક પર લધુત્તમ ટેકાના ભાવ ન આપવા જોઈએ. કોઈએ કિંમત પણ પૂછવી નહીં, કારણ કે ખેડૂતો ચૂંટણી બોન્ડ આપતા નથી. આ એક વિચિત્ર વિડંબના છે.
બિહારના ઔરંગાબાદમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજેપીને ખરીોખોટી સંભળાવી. પોતાના સંબોધન દરમિયાન બંને નેતાઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું.
રેલીમાં સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ગરીબો અને ખેડૂતો ગમે તેટલો અવાજ ઉઠાવે, તેઓ જાણે છે કે આ દેશમાં તેમને ન્યાય નહીં મળે.
અહીં રેલીમાં તેમણે ભારત જોડો યાત્રાના અનુભવોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ખેડૂતોએ મને કહ્યું, યુવાનોએ મને કહ્યું, દરરોજ આપણી સામે કોઈને કોઈ અન્યાય થાય છે, ભારતમાં ગરીબ લોકો, નબળા લોકોને 21મી સદીમાં ન્યાય મળતો નથી અને તેનું પરિણામ નફરત અને હિંસા છે.
રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલન પર ટિપ્પણી કરી અને કહ્યું કે, ગરીબો અને ખેડૂતો ગમે તેટલો અવાજ ઉઠાવે, તેઓ જાણે છે કે આ દેશમાં તેમને ન્યાય નહીં મળી શકે. ગરીબ વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરે, ખેડૂત ગમે તેટલી બૂમો પાડે, મજૂર ગમે તેટલી જોરથી બૂમો પાડે, તે આ દેશમાં જાણે છે કે તેને ન્યાય નહીં મળે.












Click it and Unblock the Notifications
