For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોની આવક બમણી નથી થઈ, અરબપતિઓને દેવામાફી મળી-રાહુલ ગાંધી

રાહુલ ગાંધી સતત ખેડૂતોની દેવામાફીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, દેશના ખેડૂતોને લોનમાફી આપવામાં આવી નથી, પરંતુ માત્ર અબજોપતિઓને આપવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સતત કેન્દ્રની બીજેપી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે તેમને ફરીથી નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા આ દિવસોમાં હરિયાણામાં છે અને અહીંથી તેમને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ખેડૂતોની આવક બમણી થઈ નથી, ઘટી છે. ખેડૂતોને મોંઘવારી મળી, દોઢ ગણી MSP નહીં.

rahul gandhi

રાહુલ ગાંધી સતત ખેડૂતોની દેવામાફીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, દેશના ખેડૂતોને લોનમાફી આપવામાં આવી નથી, પરંતુ માત્ર અબજોપતિઓને આપવામાં આવી છે. અહીં તેમણે કહ્યું કે વડાપ્રધાને કાળા કાયદા અને નિકાસ નીતિનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ખેડૂતો પર ચોતરફ હુમલો કર્યો છે. હું કહું છું કે ભારત ખેડૂતોને પાછળ છોડીને આગળ વધી શકે નહીં.

અહીં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને લઈને વાત કરતા કહ્યું કે, આજે કરોડો ભારતીયો નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખોલી રહ્યા છે. ભારત એક થઈ રહ્યું છે.

અહીં તમને પણ જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા કરનાલથી આગળ વધીને કુરુક્ષેત્ર થઈને પંજાબ તરફ આગળ વધી રહી છે. શનિવારે જ્યારે રાહુલ ગાંધી સમર્થકો સાથે કરનાલના જીટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ કિલોમીટર લાંબો જામ સર્જાયો હતો. આ દરમિયાન બોક્સર વિજેન્દર સિંહ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે કૂચ કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા બોક્સર વિજેન્દર સિંહ સાથે રાહુલ ગાંધીની તસવીર શેર કરી અને સાથે લખ્યું કે, નફરત સામે એક મુક્કો.

રાહુલ ગાંધીના સમર્થનમાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આબિદ મીર મેગામીએ કહ્યું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખેડૂતોની ઓછી આવક, મોંઘવારી, બેરોજગારી અને વધતી નફરત વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારમાં વ્યવસ્થા ઘણી કથળી ગઈ છે.

English summary
Farmers' income has not doubled, billionaires got debt waiver-Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X