For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers March: દિલ્લીમાં આજે ખેડૂતોના ધરણા, બૉર્ડર સીલ, NCRમાં નહિ જાય મેટ્રો

દિલ્લીમાં આજે ગુરુવારે(26 નવેમ્બર) પંજાબ અને હરિયાણાના ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન થવાનુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં આજે ગુરુવારે(26 નવેમ્બર) પંજાબ અને હરિયાણાના ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન થવાનુ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાા ખેડૂતો ભારે સંખ્યામાં દિલ્લી તરફ કૂચ કરી રહ્યા છે. 'દિલ્લી ચલો માર્ચ'ને રોકવામાં દિલ્લીની લગભગ બધી સીમાઓને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. બધી બૉર્ડરના ચેકિંગ પોસ્ટ પર ભારે માત્રામાં પોલિસ ફોર્સ તેનાત કરવામાં આવ્યુ છે. હરિયાણાએ પંજાબ પાસે પોતાની સીમા પર અવરોધક લગાવ્યા છે. આ ઉપરાંત ગુરુવારે દિલ્લી મેટ્રો પણ દિવસના 2 વાગ્યા સુધી નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ નહિ જાય.

farmers

કોરોના કાળમાં એક જગ્યાએ લોકો જમા થયા તો થશે કાર્યવાહીઃ દિલ્લી પોલિસ

દિલ્લી પોલિસે એડવાઈઝરી જારી કરીને કહ્યુ છે કે ખેડૂતા આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્લીની બધી સીમા પર પોલિસનો બંદોબસ્ત વધી ગયો છે. દિલ્લી પોલિસે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ પણ પ્રદર્શનકારીઓને દિલ્લીમાં પ્રવેશ કરવાનો આદેશ નહિ આપવામાં આવે. પોલિસે કહ્યુ છે કે કોરોના વાયરસ મહામારીના સમયે દિલ્લીમાં જો એક જગ્યાએ લોકો જમા થશે તો તે કાર્યવાહી કરશે. પોલિસ અધિકારીએ કહ્યુ છે કે દિલ્લીની લગભગ બધી સીમાઓ પર સીઆરપીએફની ટીમો, બેથી ત્રણ પોલિસ અને હોમગાર્ડના જવાન હાજર રહેશે. વાહનો અને લોકોને ચેક કરીને દિલ્લીમાં જવા દેવામાં આવી રહ્યા છે.

બે વાગ્યા સુધી ગુરુગ્રામ-નોઈડામાં નહિ જાય મેટ્રો

ડીએમઆરસીએ એડવાઈઝરી જારી કરીને કહ્યુ છે કે NCRમાં જતી મેટ્રો સેવા બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. ગાઝિયાબાદના વૈશાલી સ્ટેશન, નોઈડામાં ન્યૂ અશોક નગરથી નોઈડા સિટી સેન્ટર સુધી મેટ્રો બંધ રહેશે. વળી, ફરીદાબાદ તરફ સુલતાનપુર મેટ્રો સ્ટેશનથી લઈને ગુરુ દ્રોણાચાર્ય મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો સેવા બંધ રહેશે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂજ મિસાઈલનું ભારતે સફળ પરીક્ષણ કર્યુંબ્રહ્મોસ સુપરસોનિક ક્રૂજ મિસાઈલનું ભારતે સફળ પરીક્ષણ કર્યું

English summary
Farmers March: Punjab-Haryana farmers march to Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X