Farmers protest : જગજીત સિંહ દલ્લેવાલ માંગો પુરી ન થાય ત્યાં સુધી ઉપવાસ નહીં તોડે, જાણો શું કહ્યું?
Jagjit Singh Dallewal News : નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ખેડૂતો સતત આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા દલ્લેવાલ 46 દિવસથી ઉપવાસ પર છે.
46 દિવસથી ભૂખ હડતાળ કરી રહેલા જગજીત સિંહ દલ્લેવાલની તબિયત બગડી રહી છે. તેમણે બીજેપીના પંજાબ એકમને નિશાન બનાવતો એક વીડિયો જારી કર્યો છે.

આ વીડિયોમાં તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માંગણીઓ સ્વીકારે છે તો તેઓ ઉપવાસ સમાપ્ત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો ઉપવાસ કોઈ વ્યવસાય કે શોખ નથી પણ એક ગંભીર આંદોલન છે.
તેમણે કહ્યું કે, મને માહિતી મળી છે કે ભાજપ પંજાબ એકમે અકાલ તખ્તનો સંપર્ક કર્યો છે અને જથેદારને ઉપવાસ સમાપ્ત કરવા માટે સૂચના આપવા વિનંતી કરી છે. મને લાગે છે કે ભાજપના નેતાઓ ખોટી દિશામાં જઈ રહ્યા છે.
તેમને ઉપવાસ સમાપ્ત કરવા તખ્તનો સંપર્ક કરવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયનો સંપર્ક કરવો જોઈએ અને તેમને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અપીલ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયોનો પણ સંપર્ક કરવો જોઈએ, જેમણે આ મુદ્દા પર પહેલેથી જ પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
દલ્લેવાલની બગડતી તબિયતને કારણે આરોગ્ય વિભાગના અધિકારી, મુખ્ય સચિવ (આરોગ્ય) કુમાર રાહુલના નેતૃત્વમાં ડોકટરોની એક ટીમે ગુરુવારે ખાનૌરીની મુલાકાત લીધી અને તેમની તપાસ કર હતી.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે દલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે કડક વલણ અપનાવ્યું છે. બીજી તરફ અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂત નેતા સાથે વાત કરવા વિનંતી કરી છે.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ 45 દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમની તબિયત સતત બગડી રહી છે, પરંતુ ભાજપ સરકાર તેમને મદદ કરી રહી નથી. આ એ જ કટ્ટરતા છે જેણે ખેડૂતોનું જીવન બરબાદ કરી દીધું. સરકાર ખેડૂતો પ્રત્યે આટલી ક્રૂરતા કેમ?
જણાવી દઈએ કે, જગજીત સિંહ 26 નવેમ્બરથી જ ઉપવાસ શરૂ કર્યા હતા. પહેલા દિવસે પોલીસે તેમની અટકાયત કરી અને લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જો કે ખેડૂત સંગઠનોના દબાણ બાદ તેમને છોડી દેવામાં આવ્યા.
ત્યારથી તેઓ ખાનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર છે. તેમના ભૂખ હડતાળ સ્થળની આસપાસ ટ્રેક્ટર-ટ્રેઇલર્સનો વાડ બનાવવામાં આવ્યો છે અને 700 થી વધુ સ્વયંસેવકો તેમના રક્ષણ અને સમર્થન માટે ત્યાં હાજર છે.












Click it and Unblock the Notifications
