Farmers Protest : હાઈડ્રોલિક ક્રેન સહિતના મશીનો સાથે ખેડૂતોનો પજાબ-હરિયાણા બોર્ડર પર જમાવડો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ખેડૂત વિરોધી રવૈયાથી પરેશાન ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કર્યુ છે. આ એલાન બાદ પંજાબ -હરિયાણા બોર્ડર પર ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો છે.
ચાર રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ખેડૂતો આક્રમક મુડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મંગળવારે દિલ્હી ચલોના એલાનના જવાબમાં પંજાબ-હરિયાણા બોર્ડર પર શંભુ અને ખનૌરીમાં કેમ્પ કરી રહ્યા છે.

પંજાબ-હરિયાણા સરહદ પર શંભુ ખાતે હાઇડ્રોલિક ક્રેન્સ, જેસીબી અને અર્થ મૂવર્સ સહિતના ભારે મશીનો સાથે ખેડૂતો ધ્વજ અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.
મંગળવારે ગુરુગ્રામના માનેસર વિસ્તારમાંથી સેંકડો ખેડૂતોની અટકાયત કરવામાં આવી. આ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. દક્ષિણ હરિયાણા કિસાન ખાપ, એસકેએમ અને અન્યોએ રવિવારે જાહેરાત કરી છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ શાંતિપૂર્ણ કૂચ કરશે અને જો પોલીસ તેમને રસ્તામાં રોકશે તો તેઓ ત્યાં બેસીને શાંતિપૂર્ણ વિરોધ કરશે.
તેમણે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી અંગે વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
બીજી તરફ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જીએસ સંધાવાલિયા અને ન્યાયમૂર્તિ લુપિતા બેનર્જીની બેન્ચે આટલી મોટી સંખ્યામાં ખેડૂતોને એકઠા થવા દેવા બદલ પંજાબ સરકારને સવાલ કર્યો છે.
કોર્ટ પંચકુલાના અમરાવતી એન્ક્લેવના રહેવાસી એડવોકેટ ઉદય પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં કહેવામાં આવ્યું કે રોડ બ્લોક કરવાથી રહેવાસીઓને અસુવિધા થઈ રહી છે અને એમ્બ્યુલન્સ, સ્કૂલ બસોની અવરજવરને પણ અવરોધે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
