For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈ પણ કિંમતે પાછા નહિ લેવાય કૃષિ કાયદાઃ હરિયાણા CM મનોહરલાલ ખટ્ટર

હરિયાણા સીએમ ખટ્ટરે કહ્યુ કે આ લોકો સારી રીતે સમજી લે કે કેન્દ્ર સરકાર નવા કાયદામાં સુધારા માટે તૈયાર છે પરંતુ કાયદો પાછો લેવામાં નહિ આવે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Haryana CM Manohar Lal Khattar reacts over farmers protest at Karnal rally: હરિયાણાના કરનાલમાં ખેડૂતોના વિરોધના કારણે પોતાની રેલી રદ કરવા માટે મજબૂર થયેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટે વિપક્ષ પર પલટવાર કરીને રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બગાડવાનો આરોપ લગાવ્યો છે. મનોહરલાલ ખટ્ટે પોતાની રેલી રદ થયા બાદ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂત સંગઠનના નેતા ગુરનામ સિંહ ચઢૂની રાજ્યની જનતાને કાયદો-વ્યવસ્થા બગાડવા માટે ઉકસાવી રહ્યા છે. ખટ્ટરે કહ્યુ કે આ લોકો સારી રીતે સમજી લે કે કેન્દ્ર સરકાર નવા કાયદામાં સુધારા માટે તૈયાર છે પરંતુ કાયદો પાછો લેવામાં નહિ આવે.

manoharlal khattar

કરનાલ રેલી રદ થયા બાદ ચંદીગઢમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ મનોહરલાલ ખટ્ટકે કહ્યુ, 'નવા કૃષિ કાયદા સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે અને કેન્દ્ર સરકાર તેને પાછા નહિ લે. આ વાત એકદમ નિશ્ચિત છે. ભલે આમાં રાજ્ય સરકારને છૂટ આપવામાં આવે પરંતુ ત્યારે પણ આ કાયદામાં માત્ર સુધારા જ થશે. પરંતુ મને નથી લાગતુ કે સરકાર આ કાયદા પાછા લેવા જઈ રહી છે. મને પૂરી આશા છે કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે અને માટે બેઠકની આગલી તારીખ નક્કી કરવામાં આવી છે.'

'કૃષિ કાયદા પર એક વર્ષની રાહ જોવી જોઈએ'

મનોહરલાલ ખટ્ટરે કહ્યુ, 'સરકાર તરફથી જ્યારે પણ કોઈ નવી યોજના બનાવવામાં આવે છે ત્યારે તેના સકારાત્મક પરિણામ આવવામાં થોડો સમય લાગી જાય છે. અમે થોડા સમયની રાહ જોઈ રહ્યા છે જો તો પણ લાગે કે કૃષિ કાયદામાં અમુક ખામીઓ છે તો અમે સરકાર પાસે જઈ શકીએ છીએ. મારુ માનવુ છે કે આપણે કૃષિ કાયદાના ફાયદાને જોવા માટે કમસે કમ એક વર્ષની રાહ જોવી જોઈએ. આજે પણ આ કૃષિ કાયદમાં કોઈ પ્રકારની અડચણ નથી. મંડીઓની વ્યવસ્થા છે, એમએસપીની પણ વ્યવસ્થા છે અને આગળ પણ ચાલુ રહેશે. ખેડૂતોને બસ વિકલ્પ આપવામાં આવ્યૈ છે કે તે પોતાના પાકને ક્યાંય પણ વેચી શકે છે.'

સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી બધી રાશિઓ પર શું પડશે પ્રભાવસૂર્યના મકર રાશિમાં પ્રવેશથી બધી રાશિઓ પર શું પડશે પ્રભાવ

English summary
Farmers Protest: Haryana CM Manoharlal Khattar Karnal Rally Farm Laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X