For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે 1178 પાકિસ્તાની-ખાલિસ્તાની અકાઉન્ટને ટ્વિટર પરથી હટાવવા કહ્યુઃ સૂત્ર

કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ખોટી માહિતી અને અફવા ફેલાવનાર ટ્વિટર અકાઉન્ટ સામે સરકારે કડક વલણ અપનાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ખોટી માહિતી અને અફવા ફેલાવનાર ટ્વિટર અકાઉન્ટ સામે સરકારે કડક વલણ અપનાવ્યુ છે. સૂત્રો મુજબ સરકારે ટ્વિટરથી 1178 પાકિસ્તાની અને ખાલિસ્તાની અકાઉન્ટને બંધ કરવા માટે કહ્યુ છે. આ ટ્વિટર અકાઉન્ટ અફવા ફેલાવી રહ્યા છે અને ખેડૂત પ્રદર્શનને ભડકાવી રહ્યા છે. જો કે ટ્વિટરે હજુ સુધી આના પર કોઈ નિર્ણય લીધો નથી અને આ અકાઉન્ટને હજુ સુધી હટાવ્યા નથી. તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલનમાં પાકિસ્તાની દખલ અને ખાલિસ્તાની નેતાઓના શામેલ હોવાના આરોપ લાગી રહ્યા છે.

twitter

માહિતી મુજબ આ ટ્વિટર અકાઉન્ટ ભારતમાં ખેડૂત આંદોલનની આડમાં હુલ્લડ અને અશાંતિ ફેલાવવાના ષડયંત્ર હેઠળ ટ્વિટ કરી રહ્યા છે. સૂચના તેમજ પ્રોદ્યોગિકી મંત્રાલયે 1178 ટ્વિટર અકાઉન્ટને ભારતની એકતા અને અખંડતા માટે જોખમ ગણાવીને તેને બંધ કરવા માટે કહ્યુ છે. મહત્વની વાત એ છે કે જે ટ્વિટર હેન્ડલને હટાવવા માટે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે એ હેન્ડલથી કરવામાં આવેલ ટ્વિટને ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ પણ લાઈક કર્યુ છે.

માહિતી મુજબ મંત્રાલય તરફથી 4 ફેબ્રુઆરીએ આ ટ્વિટર અકાઉન્ટનુ લિસ્ટ ટ્વિટરને સોંપી દેવામાં આવ્યુ છે. પરંતુ ટ્વિટર તરફથી હજુ સુધી આની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પહેલા 31 જાન્યુઆરીએ પણ સરકારે ટ્વિટર પર 257 લિંકને બ્લૉક કરવા માટે કહ્યુ હતુ પરંતુ આ અંગે પણ ટ્વિટરે કોઈ કાર્યવાહી કરી નહોતી. આ ટ્વિટને ખેડૂતોના નરસંહાર હેશટેગથી ટ્વિટ કરવામાં આવી રહ્યા હતા જેનો મુખ્ય હેતુ હિંસાને ભડકાવવાનો હતો. ટ્વિટર તરફથી આને અભિવ્યક્તિની આઝાદી ગણાવવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ, જાણો અપડેટઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ, જાણો અપડેટ

English summary
Farmers Protest: Remove 1178 Pakistani and Khalistani account said Government to twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X