Farmers protest: ખેડૂતોની સરકાર સાથેની બેઠકમાં શું વાત થઈ, હવે આગળનુ પગલુ શું હશે?
Farmers Protest: આજે સોમવાર 19 ફેબ્રુઆરીએ ખેડૂતોના આંદોલનનો 7મો દિવસ છે. પંજાબ-હરિયાણાના ખેડૂતો શંભુ બોર્ડર પર બેઠા છે. 'દિલ્હી ચલો અભિયાન' હેઠળ ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું હતુ પરંતુ સુરક્ષા જવાનોએ તેમને સરહદ પર રોકી દીધા છે.
વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીતનો ચોથો રાઉન્ડ રવિવારે (18 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂર્ણ થયો હતો. ખેડૂતો અને સરકાર વચ્ચે શું વાતચીત થઈ તે જાણીએ.

પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે, બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે પંચવર્ષીય યોજના સહિત કેટલાક વિચારો રજૂ કર્યા, જેના પછી ખેડૂતોએ 'દિલ્હી ચલો' કૂચ પાછી ખેંચી છે.
સરવન સિંહ પંઢેરે કહ્યું, "અમે સાથી ખેડૂતો સાથે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તો પર ચર્ચા કરીશું, નિષ્ણાતોના અભિપ્રાય લઈશું. અમે આગામી બે દિવસમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીશું અને સરકાર પણ વિચારણા કરશે. અમને સકારાત્મક પરિણામની આશા છે, નહીં તો અમે અમારી દિલ્હી ચલો કૂચ ચાલુ રાખીશું.''
કૃષિ-ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય-ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ખેડૂતો અને સરકારની ચોથા રાઉન્ડની બેઠકમાં ભાગ લીધો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ મંત્રણામાં ભાગ લીધો હતો. આ બેઠક રવિવારે રાત્રે 8.15 વાગ્યે મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સેક્ટર 26, ચંદીગઢ ખાતે શરૂ થઈ હતી અને સવારે 1 વાગ્યે સમાપ્ત થઈ હતી.
સરકારે ખેડૂતોને શું દરખાસ્તો આપી?
ખેડૂત નેતાઓ સાથેની બેઠકમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓની પેનલે સરકારી એજન્સીઓ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ, મકાઈ અને કપાસના પાકની ખરીદી માટે પંચવર્ષીય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા) જેવી સહકારી સંસ્થાઓ તુવેર દાળ, અડદની દાળ, મસૂર દાળ અથવા મકાઈ ઉગાડનારા ખેડૂતો સાથે કરાર કરશે. તેમનો પાક આગામી પાંચ વર્ષ માટે MSP પર ખરીદવામાં આવશે.
મંત્રીઓએ એમ પણ કહ્યું કે ખરીદેલા જથ્થા પર કોઈ મર્યાદા રહેશે નહીં અને એક પોર્ટલ વિકસાવવામાં આવશે. ગોયલે કહ્યું, "આનાથી પંજાબની ખેતી બચશે, ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થશે અને જમીનને બંજર થવાથી અટકાવવામાં આવશે, જે પહેલેથી જ તણાવનું મુખ્ય કારણ છે.
કેન્દ્રએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) કાનૂની કરાર દ્વારા પાંચ વર્ષ માટે ખેડૂતો પાસેથી MSP પર કપાસ ખરીદશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
