Farmers Protest : લોકસભા ચૂંટણી વચ્ચે ખેડૂત કિસાન આંદોલનનું શું થશે? જાણો આગળની રણનીતિ
લોકસભા ચૂંટણી ટાણે જ ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. હવે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સવાલ એ છે કે ખેડૂતોના આ આંદોલનનું શું થશે?
એક તરફ ચૂંટણી પંચે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. દેશમાં 7 તબક્કામાં મતદાન થશે, જેનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે. અંતિમ તબક્કાનું મતદાન 1 મેના રોજ થશે, જેના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે પરંતુ આ બધા વચ્ચે ખેડૂતો પણ પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. આ સાથે ખેડૂતોએ પણ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે તેઓ પાછા હટવાના નથી.
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂતો એકઠા થયા છે. આ દરમિયાન ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો એક ડગલું પણ પાછળ નહીં હટે.
ખેડૂત નેતાના કહેવા પ્રમાણે, લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. દલ્લેવાલે કહ્યું કે દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવા છતાં તેમની માંગણીઓ માટે અવાજ ઉઠાવતા કોઈને રોકી શકાય નહીં.
તમને જણાવી દઈએ કે ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોનું આંદોલન ત્યાં સુધી ચાલુ રહ્યું જ્યાં સુધી સરકાર તેમને પાછા ન ખેંચ્યા. આ પછી ફરી એકવાર ખેડૂતોએ MSPની માંગણી સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.












Click it and Unblock the Notifications
