For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: ખેડૂતોએ પોલીસકર્મીઓને ભોજન કરાવ્યું, તસવીરો વાયરલ

Farmers Protest: ખેડૂતોએ પોલીસકર્મીઓને ભોજન કરાવ્યું, તસવીરો વાયરલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેના વિરોધમાં ખેડૂતોએ આંદોલન છેડી દીધું છે. ખેડૂતોના 'દિલ્હી ચાલો'ના એલાન બાદ ગત ત્રણ દિવસથી હરિયાણા અને દિલ્હીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સતત ટકરાવની સ્થિતિ છે. ખેડૂતો પર ટિયર ગેસના ગોળા અને વોટર કેનન ચલાવવામાં આવ્યા તો કેટલીક જગ્યાએ બળપ્રયોગ પણ કરવામાં આવ્યો. આ બધાની વચ્ચે એવી તસવીરો પણ સામે આવી જેણે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું. આવી જ એક તસવીરમાં ખેડૂતો પોલીસકર્મીઓને ભોજન કરાવતા જોઈ શકાય છે.

પોલીસકર્મીઓ આરામથી બેસીને ભોજન કરી રહ્યા છે

પોલીસકર્મીઓ આરામથી બેસીને ભોજન કરી રહ્યા છે

હરિયાણાના કરનાલથી આ તસવીર અને વીડિયો સામે આવ્યા છે, જેમાં એક ગુરુદ્વારાના લંગરમાં વિશાળ સંખ્યામાં પોલીસકર્મીઓ ખાવાનું ખવડાવી રહ્યા છે અને તેમને ખેડૂતો જ ભોજન પીરસી રહ્યા છે.

પોલીસકર્મીઓને પાણી પીવળાવતી તસવીર

પોલીસકર્મીઓને પાણી પીવળાવતી તસવીર

વધુ એક તસવીર વાયરલ થઈ છે. જેમાં ખેડૂત એક પોલીસકર્મીને પાણી પીવડાવતો જોવા મળી શકે છે. તસવીરથી સ્પષ્ટ છે કે ટકરાવ દરમ્યાન જ ખેડૂતે પોલીસ કર્મચારીને પાણી પીવડાવ્યું. તસવીરમાં પોલીસકર્મીઓ હેલમેટ અને જેકેટ પહેરેલા છે. યૂઝર્સ આ તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ તસવીરો શેર કરી કેન્દ્ર સરકારની ટિકા પણ કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

મોદી સરકાર હાલમાં જ ખેતીથી જોડાયેલ ત્રણ કાનૂન લઈને આવી છે જેમાં સરકારી મંડિઓની બહાર ખરીદ, અનુબંધ ખેતીને મંજૂરી આપવા અને કેટલાય અનાજ અને દાળની ભંડાર સીમા ખતમ કરવા સહિત કેટલાય પ્રાવધાન કર્યાં છે. આ કાનૂન વિરુદ્ધ ખેડૂતોએ દિલ્હી ચાલોનો નારો આપ્યો છે. કાનૂનના વિરોધમાં હજારો ખેડૂતોએ 26 નવેમ્બરે દિલ્હી તરફ કૂચ કરી હતી. જે બાદ સરકાર સાથે ટકરાવની સાથે કેટલાક ખેડૂતો દિલ્હી પહોંચી ગયા તો કેટલાક હજી પણ દિલ્હી બોર્ડર પર છે. ખેડૂતોનું કહેવું છે કે આ કાનૂન ખેતીને બરબાદ કરી નાખશે, એવામાં સરકાર આ કાનૂન પાછો ખેંચી લે.

શીવસેનાએ હિન્દુત્વને છોડી દીધુ છે અમે નહી: દેવેન્દ્ર ફડણવીસશીવસેનાએ હિન્દુત્વને છોડી દીધુ છે અમે નહી: દેવેન્દ્ર ફડણવીસ

English summary
farmers serving feeds to police during protest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X