For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોનો નવો પ્રયોગ, શરાબી બટાકા તૈયાર કરી રહ્યા છે

પાકની ઉપજ વધારવા માટે ખેડૂતો દરેક નવા પ્રયોગો કરી રહ્યા છે. તેમને જે પણ સલાહ મળે છે તેને તેઓ આ આશા સાથે અમલમાં લાવે છે કે કદાચ તેમને ફાયદો થઇ જાય.

|
Google Oneindia Gujarati News

પાકની ઉપજ વધારવા માટે ખેડૂતો દરેક નવા પ્રયોગો કરી રહ્યા છે. તેમને જે પણ સલાહ મળે છે તેને તેઓ આ આશા સાથે અમલમાં લાવે છે કે કદાચ તેમને ફાયદો થઇ જાય. પરંતુ પાકની ઉપજ વધારવા માટે ખેડૂતો ઘણીવાર ખોટો રસ્તો પણ અપનાવી લે છે, જેને કારણે તેમને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે. આવું જ કંઈક ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં જોવા મળી રહ્યું છે. અહીં ખેડૂતો પાકની ઉપજ વધારવા માટે ખેતરમાં દારૂ છાંટી રહ્યા છે.

farmer

બુલંદશહેરમાં ખેડૂતો પાકની ઉપજ વધારવા માટે ખેતરમાં દારૂ છાંટી રહ્યા છે. આ અંગે પૌધ ઉત્પાદન અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી કે દારૂ છાંટવાથી પાકની ઉપજ વધે છે. અધિકારી ઘ્વારા બધા જ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખેતરમાં યોગ્ય દવા છાંટે. ખેતરમાં પાકની ઉપજ વધારવા માટે ખોટા પ્રયોગો ના કરે, જેથી પાકને નુકશાન થાય.

આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂતો માટે કરવામાં આવેલા પોતાની સરકારના કામકાજને ગણાવતા કહેવામાં આવ્યું હતું કે અમે 86 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. પહેલા ખેડૂતોને ન્યુનતમ સમર્થન મૂલ્ય મળતું હતું પરંતુ હવે તેમને દોઢ ગણો ભાવ મળી રહ્યો છે.

English summary
Farmers using alcohol to increase the production of potato in Bulandshahr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X