For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઝલને ફાંસી: ઉમરને ફારુખ અબ્દુલ્લાનો જવાબ

|
Google Oneindia Gujarati News

farooq abdullah
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ અફઝલ ગુરુને ફાંસી આપવાની નિંદા કરી છે, જ્યારે તેમના પિતા અને નેશનલ કોન્ફ્રેન્સ પાર્ટીના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ સ્પષ્ટ કરી દીધું છે કે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કર્યા બાદ જ ફાંસી આપવામાં આવી છે. અફઝલના પરિવારોનો આરોપ છે કે અફઝલ ગુરુને ફાંસી આપ્યા પહેલા તેને મળવાની તક પણ આપવામાં ન આવી.

ઉલ્લેખનીય છે કે સંસદ પર હુમલો કરવા આવેલા આતંકીઓને હથિયારો પૂરા પાડવાનો આરોપ અને તેમને દિલ્હીમાં રહેવાની સગવડ કરી આપવાનો આરોપ સાબિત થયો હતો.

ઉમરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એ સમજાતુ નથી કે અફઝલને છેલ્લી વાર પોતાના પરિવાર સાથે કેમ મળવા નહી દેવાયો. ઉમરે તો ત્યા સુધી આરોપ લગાવ્યો કે ફાંસી આપવા પાછળ સંપૂર્ણ રાજનૈતિક કારણ છે.

ઉમરનું કહેવું છે કે આ ઘટનાની રાજ્યની કાનૂન વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે. તેમનું કહેવું છે કે રાજ્યમાં તમામ લોકોનું એવું માનવું છે કે અફઝલ ગુરુના મામલામાં નિષ્પક્ષ રીતે સુનવણી નથી થઇ. રાજ્યના તમામ લોકો વાતથી પણ નારાજ છે કે ગુરુને તિહાડ જેલમાં જ દફનાવવામાં આવ્યો.

મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે આખરે અફઝલને ઉતાવળીએ ફાંસી કેમ આપવામાં આવી, જ્યારે રાજીવ ગાંધીના હત્યારા અને મુખ્યમંત્રી બેઅંતસિંહના હત્યારા હજી પણ જીવે છે. ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું કે અફજલ ગુરુને તમામ કોર્ટોએ સજા સંભળાવી હતી. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દીધી. મામલો ખતમ થઇ ગયો. રાજ્યની શું સ્થિતિ છે એ મુખ્યમંત્રી જાણે છે.

English summary
Farooq Abdulla answered to Umar Abdullah on Afzal Guru hanging.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X