કાશ્મીરના પથ્થરબાજો રાષ્ટ્ર માટે લડી રહ્યાં છેઃ ફારુખ અબ્દુલ્લા

Written By:
Subscribe to Oneindia News

શ્રીનગર માં લોકસભા પેટા-ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા નેશનલ કોંફ્રેંસ ના નેતા તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી ફારુખ અબ્દુલ્લાકાશ્મીર ઘાટીના પથ્થરબાજો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, જે લોકો પથ્થર ફેંકી રહ્યા છે, તે ખરેખર તો પોતાના રાષ્ટ્ર માટે લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, હું મોદી સરકારને જણાવવા માંગું છું કે, આ પથ્થરબાજોને ટૂરિઝમ સાથે કોઇ સંબંધ નથી. જો ભારત અને પાકિસ્તાન તેમની સમસ્યાઓનું નિવારણ ન લાવી શકતા હોય, તો અમેરિકાએ આગળ આવવું જોઇએ તથા બંન્ને દેશો વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.

farooq abdullah

ફારુખ અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, આ લડાઇ પીડીપી અને એનસી ના જૂથની લડાઇ નથી, પરંતુ આ તો સાંપ્રદાયિક શક્તિઓ સાથે લડવાની તથા ધર્મનિરપેક્ષતાનું રક્ષણ કરવાની લડાઇ છે.

અહીં વાંચો - આ મામલે USનું મધ્યસ્થી બનવું ભારતને નથી મંજૂર

ફારુખ અબ્દુલ્લા કોંગ્રેસ તથા નેશનલ કોંફ્રેંસ ગઠબંધનથી શ્રીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે. તેમણે ખાન સાહિબ અને સફકાડલ વિસ્તારોમાં પ્રચાર કરતી વખતે આ વાતો કહી હતી. ફારુખે આરોપ લગાવ્યો છે કે, પીડીપી-ભાજપની સરકારે રાજ્યને રાજકારણીય અત્યાચાર અને અનિશ્ચિતતાના તબક્કામાં લાવીને ઊભું કરી દીધું છે.

English summary
Farooq Abdullah glorifies stone pelters in Jammu and Kashmir.
Please Wait while comments are loading...