For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 3 જાન્યુઆરીથી થશે સુનવણી

|
Google Oneindia Gujarati News

sheila dikshit
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: દિલ્હીમાં ચાલતી બસમાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનાને પગલે હજારો લોકોનું ટોળું ન્યાયની અપીલ માટે ધરણા કરી રહ્યા છે. જેમના અવાજની સામે દિલ્હી સરકાર જૂકતી દેખાઇ રહી છે.

મુખ્યમંત્રી શીલા દીક્ષિતે જણાવ્યું કે 3 જાન્યુઆરીથી બળાત્કારના કેસો પર દિલ્હીમાં રોજ સુનવણી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની સાથે ચીફ જસ્ટીસને મળ્યા બાદ શીલા દીક્ષિતે આ અંગેની જાણકારી આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ચીફ જસ્ટીસ સાથે 5 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા પર ચર્ચા કરવામાં આવી અને આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ પણ મહિલાઓ જ રહેશે. નોંધનીય છે કે દિલ્હીમાં ચાલતી બસમાં થયેલા ગેંગરેપ બાદ છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીના રસ્તાઓ પર લોકો વિરોધ પ્રદર્શન કરી ફાંસીની માંગ કરી રહ્યા છે.

શનિવાર અને રવિવારે ઇન્ડિયા ગેટ, વિજય ચોક અને જંતર મંતર પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે સરકાર પર ભારે દબાણ સર્જાયું છે. આ વિરોધના કારણે સોમવારે સવારે પ્રધાનમંત્રીએ દેશના નામે એક સંદેશ આપ્યો અને તેમના ગુસ્સાને સ્વાભાવિક ગણાવી લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરી છે.

English summary
Fast track courts to hear rape cases on a daily basis from January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X