For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ કોલેજમાં પિતા જુનિયર અને દીકરી સિનિયર, ફોટો વાયરલ

તમે ક્યારેય સાંભળ્યું છે કે એક પિતા અને તેની પુત્રી એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. એટલું જ નહીં, આ કોલેજમાં પુત્રી સિનિયર છે અને પિતા જુનિયર છે.

|
Google Oneindia Gujarati News

તમે ક્યારેય સાંભળ્યું છે કે એક પિતા અને તેની પુત્રી એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. એટલું જ નહીં, આ કોલેજમાં પુત્રી સિનિયર છે અને પિતા જુનિયર છે. તે સાંભળીને થોડું વિચિત્ર લાગશે, પરંતુ મુંબઈના પિતા અને પુત્રીની વાર્તા કંઈક આવી જ છે. બંને એક જ કોલેજમાં ભણે છે અને સૌથી અગત્યની વાત એ છે કે જો પુત્રી કોલેજમાં સિનિયર છે, તો તેમના પિતા જુનિયર છે. દીકરીએ એક પોસ્ટ લખીને તેનો ઉલ્લેખ કર્યો છે. 'હ્યુમન ઓફ મુંબઇ' નામના ફેસબુક પેજ પર લખેલી તેની પોસ્ટ એકદમ વાયરલ થઈ રહી છે.

'હ્યુમન ઓફ મુંબઇ' નામના ફેસબુક પેજ પર દીકરીએ પોસ્ટ લખી

'હ્યુમન ઓફ મુંબઇ' નામના ફેસબુક પેજ પર દીકરીએ પોસ્ટ લખી

7 ઓગસ્ટ (મંગળવાર) ના રોજ પુત્રીએ ફેસબુક પેજ 'હ્યુમન ઓફ મુંબઈ' પર તેની પોસ્ટ શેર કરી. તેમાં તેણે કહ્યું, "મારા પિતા કાયદાની દુનિયામાં હંમેશા રસ ધરાવતા હતા - સુનાવણી અને કેસ વિશે વધુ જાણવા માંગતા હતા. તેઓ કાયદોનો અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમનો પરિવાર તેમના ભણતરનો ખર્ચ ઉઠાવી શકતા ના હતા, તેથી તેમને કાયદો અભ્યાસ કર્યો ન હતો અને સલાહકાર બની તેઓ એક ફર્મમાં કામ કરવા લાગ્યા હતા. તેમને રાત-દિવસ મહેનત કરી, આ સુનિશ્ચિત કરવા માટે કે તેઓના બાળકો સારું ભણતર મેળવી શકે અને તેમને યોગ્ય શિક્ષણ મળી શકે! "

બંને મુંબઈની લો કોલેજમાં અભ્યાસ કરે છે

બંને મુંબઈની લો કોલેજમાં અભ્યાસ કરે છે

'હ્યુમન્સ ઓફ મુંબઈ' ફેસબુક પોસ્ટમાં, તેમણે વધુમાં કહ્યું, "મારી બહેન એક ડોક્ટર છે, મેં અને મારા ભાઈ બંનેએ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે મેં કાયદોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, ત્યારે મારા પિતાને દરેક નાની વિગતો જાણવા માટે ઉત્સુકતા રહેતી. તેઓ મારા અભ્યાસ, સંબંધિત વિષયો અને મારી નોંધો વિષે બધા જાણવા માંગતા હતા. ત્યારે મને સમજાયું કે હવે અમારા પિતા પાસે સમય છે. હા, તે ફરીથી યુનિવર્સિટીમાં જઇ શકે છે અને જે તે હંમેશા કરવા માંગતા હતા તે કરી શકે છે. હવે હું અને મારા પિતા એક જ કોલેજમાં જઇયે છે અને મારા પિતા માટે જુનિયર છે.

ફેસબૂક પર દીકરીની પોસ્ટ વાયરલ થઇ રહી છે

પુત્રીએ તેની પોસ્ટમાં લખ્યું કે, "હવે અમે કાયદાના અધ્યયનમાં સાથે છીએ અને સાથે મળીને ખૂબ મસ્તી કરીએ છીએ. અમે અમારા પ્રોફેસરો, અમારા સહપાઠીઓને અને અમારા એસાઇન્મેન્ટ વિશે વાત કરીએ છીએ. ખરેખર બ્રેક દરમિયાન, મારા પિતા મારા મિત્રો સાથે બેસે છે અને તે બધાને તેમની કંપની ગમે છે!

દીકરી પિતા સાથે પ્રેક્ટિસ શરુ કરવાની રાહ જોઈ રહી છે

દીકરી પિતા સાથે પ્રેક્ટિસ શરુ કરવાની રાહ જોઈ રહી છે

પુત્રીએ આગળ લખ્યું, "હવે હું કાયદાની પ્રેક્ટિસ શરૂ કરવાની રાહ જોઈ રહી છું, જ્યારે અમે બંને એક સાથે કરીશુ. મને આશા છે કે હું તેમના માટે આ કરી શકું છું, કારણ કે તેમને મારા માટે ઘણું કર્યું છે. હાલમાં પિતા સાથે પુત્રીની આ ફેસબુક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં, 1300 થી વધુ લોકોએ આ પોસ્ટ શેર કરી છે.

English summary
Father junior and daughter senior in same college in mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X