Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

11 વર્ષની ઉંમરમાં પિતાએ વેચી, 7 બાળકોની મા બનેલી 28 વર્ષીય મહિલાની આપવીતી

એક પિતાએ 11 વર્ષની ઉંમરમાં પોતાની પુત્રીને વેચી દીધી. હાલમાં 28 વર્ષની ઉંમરમાં તે 7 બાળકોની માતા છે.

માતાપિતાને ધરતી પર ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે પરંતુ દરેકના નસીબમાં આ પ્રેમ નથી હોતો. આવી જ કહાની છે એક મહિલાની જેની બદનસીબીની કહાની બીજા કોઈએ નહિ પરંતુ તેના પિતાએ માત્ર 5 હજાર રૂપિયાની લાલચમાં માત્ર 11 વર્ષની ઉંમરમાં લખી દીધી. પિતાએ પુત્રીને એક વાર વેચી. ત્યારબાદ તેને વધુ એક વાર વેચવામાં આવી. આ રીતે તે ત્રણ અલગ અલગ પુરુષો સાથે રહી અને સાત બાળકોને જન્મ આપ્યો. ત્રણે પુરુષોએ તેને મારી મારીને ઘરમાંથી બહાર કાઢી દીધી. હવે આ મહિલા મધ્ય પ્રદેશના મંદસૌરમાં મહિલા તેમજ બાળ વિકાસા વન સ્ટેપ સેન્ટરમાં રહે છે. અહીં મહિલાને 10 દિવસથી વધુ રાખવામાં આવતી નથી પરંતુ હવે તેના જીવનમાં એક મસીહાની એન્ટ્રી થઈ ચૂકી છે.

સૌથી પહેલા પિતાએ નાહર સિંહને વેચી દીધી દીકરી, ત્યાં 8 વર્ષ રહી

સૌથી પહેલા પિતાએ નાહર સિંહને વેચી દીધી દીકરી, ત્યાં 8 વર્ષ રહી

આ મહિલાની દર્દભરી કહાની ત્યારે સામે આવી જ્યારે સામાજિક કાર્યકર્તા અનામિકા જૈન થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં ગઈ હતી. તેમને એક ગર્ભવતી મહિલા વિશે જાણકારી મળી હતી. મધ્ય પ્રદેશના ઉન્હેલની મૂળ નિવાસી મહિલાએ અનામિકાને જ્યારે પોતાની કહાની સંભળાવી તો તેની આંખો ભીની થઈ ગઈ. મહિલાએ અનામિકાને જણાવ્યુ કે જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના શરાબી પિતાએ માત્ર 5 હજાર રૂપિયામાં મહિદપુરના રહેવાસી નાહર સિંહને તેને વેચી દીધી. તેની પાસે તે 8 વર્ષ સુધી રહી અને ત્રણ બાળકોને જન્મ આપ્યો પરંતુ ત્રણે છોકરીઓ પેદા થઈ. છોકરો ન પેદા થતા નાહર સિંહે તેને ઘરમાંથી કાઢી મૂકી. ત્રણે છોકરીઓ આજે પણ તેની પાસે છે.

21 વર્ષની ઉંમરમાં મહિલાને પિતાએ ફરીથી વેચી

21 વર્ષની ઉંમરમાં મહિલાને પિતાએ ફરીથી વેચી

નાહર સિંહે જ્યારે દીકરીને ઘરમાંથી કાઢી તો તે એ આશા સાથે પિતા પાસે પાછી આવી કે કદાચ આ વખતે તેમને દયા આવી જાય. પિતાએ તેને રાખી પણ પણ માત્ર ત્રણ વર્ષ. મહિલાની ઉંમર હવે માત્ર 21 વર્ષની હતી અને પિતાએ દીકરીનો ફરીથી સોદો કરી દીધો. આ વખતે તેણે દેવાસના રહેવાસી રાકેશ થાપાને દીકરી વેચી દીધી. મહિલા રાકેશ સાથે રહેવા લાગી અને આ વખતે તેણે બે પુત્રોને જન્મ આપ્યો. પરંતુ નસીબને કંઈ બીજુ જ મંજૂર હતુ. મહિલાએ પુત્રોને જન્મ આપ્યો પરંતુ તે જીવિત રહી શક્યા નહિ. બંને બાળકોના મોત બાદ રાકેશ પણ મહિલા સાથે મારપીટ કરવા લાગ્યો. પરેશાન થઈને મહિલા ત્યાંથી જતી રહી.

આ વખતે દૂરનો એક સંબંધી જીવનમાં આવ્યો અને સાથે લઈ ગયો

આ વખતે દૂરનો એક સંબંધી જીવનમાં આવ્યો અને સાથે લઈ ગયો

હવે મહિલાના જીવનમાં એક દૂરનો સંબંધી આવ્યો. શાજાપુરનો રહેવાસી દેવેન્દ્ર તેને એમ કહીને પોતાની સાથે લઈ ગયો કે તે એની સાથે લગ્ન કરશે. મહિલાએ આ વખતે વધુ એક પુત્રને જન્મ આપ્યો. મહિલા જ્યારે ફરીથી ગર્ભવતી થઈ ગઈ તો દેવેન્દ્ર ગર્ભપાત કરવાનું દબાણ કરવા લાગ્યો. મહિલા ગર્ભપાત નહોતી ઈચ્છતી. બંને વચ્ચે આ વાત પર ઝઘડો થયો. એક મહિલા તેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગઈ જ્યાં જિલ્લા હોસ્પિટલ રિફર કરી દેવામાં આવી. તેણે મંદસૌરમાં બાળકને જન્મ આપ્યો પરંતુ નસીબનો ખેલ હજુ બાકી હતો. જે મહિલા તેને હોસ્પિટલ લઈને આવી હતી તે પણ તેને વેચવા ઈચ્છતી હતી. તે ધમકી આપવા લાગી અને બાળકને લઈ જવા લાગી પરંતુ આ વખતે મહિલાને સહારો મળી ગયો. હોસ્પિટલમાં હાજર દર્દીઓએ તે મહિલાનો વિરોધ કર્યો અને પોલિસને સૂચના આપી. પોલિસ સુધી મામલો પહોંચ્યા બાદ સામાજિક કાર્યકર્તા અનામિકાને મહિલા વિશે જાણકારી મળી અને તેમણે તેને સહારો આપવાનો નિર્ણય કર્યો. વન સ્ટેપ સેન્ટરમાં મહિલાને 10 દિવસથી વધુ ન રાખી શકાય એટલા માટે અનામિકાએ મહિલાને પોતાની સાથે લઈ જવાનો નિર્ણય કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X